છત્રી-રેઇનકોટ તૈયાર જ રાખજો! ગુજરાતના આ વિસ્તારોને ધમરોળશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Monsoon: રાજ્યમાં આ વર્ષે ચોમાસાની 5 દિવસ પહેલા જ વિધિવત એન્ટ્રી થઇ ચૂકી છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં વરસાદને લઇને આગાહી(Gujarat Monsoon) કરી છે.ચોમાસાની નબળી ગતિવિધિ વચ્ચે રાજ્યમાં 6 દિવસ વરસાદી માહોલ રહેશે. તેમજ આજે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

સાબરકાંઠા, અરવલ્લી, આણંદમાં વરસાદની આગાહી
નૈઋત્યનું ચોમાસાનો ગુજરાતમાં શુભારંભ થઇ ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ કેટલાક રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતના તમામ જિલામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું છે. જેમા આંદામાન નિકોબાર ટાપુ, કેરળ અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું આવ્યું છે. જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવ્યું છે. હવામાન વિભાગ તથા હવામાન જાણકારોએ 11મી જૂનના રોજ ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં બેસી ગયું છે તેની જાહેરાત કરી હતી.

4 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ સંભાવના
પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ નહીં હોય ત્યાં 36થી 39 ડિગ્રી તાપમાન જોવા મળશે અને પશ્ચિમના પવનો ફૂંકાશે. પવનની સ્પીડ 35થી 40 કિમીની રહેશે. હાલ જે આપણે ઉકળાટ, બફારો અને ગરમી છે તે પણ યથાવત રહેશે. તેમજ ઉત્તર ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે. આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. આજે 14 જૂને પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ સંભાવના છે. આજે 15 જૂને સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં મહત્તમ તાપમાન કેટલુ રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, કચ્છ, મહીસાગર, મોરબી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ છોટાઉદેપુર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.