Ambalal Patel prediction in Gujarat: રાજ્યમાં આવનાર દિવસોમાં તપામાનમાં વધારો જોવા મળી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આ અંગેની આગાહી કરી રહ્યા છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે મે મહિનામાં રાજ્યના (Ambalal Patel prediction in Gujarat) કેટલાક ભાગમાં 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે, જ્યારે તારીખ 28, 29 એપ્રિલ વડોદરા અને આણંદમાં 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે.
હવામાન અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે તારીખ 26 થી 28 એપ્રિલ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે, જયારે 28-29 એપ્રિલ દરમિયાન વડોદરા અને આણંદમાં 43 થી 44 ડિગ્રી તાપમાન રહેશે. અને તેમને જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનમાં વધારો થશે.
અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે. જયારે મે મહિનાની શરૂઆતમાં દેશના ઘણા ભાગોમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી થઈ શકે છે. 10 થી 14 મે દરમિયાન આંધી-વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ જયારે રાજ્યમાં ગરમી પડી રહી છે, ત્યારે મે મહિનામાં રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પોહચી શકે છે. અરબ સાગરમાં 8 જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળશે, એવું પણ તેઓ જણાવી રહ્યા છે.
ગરમીમાં હિટ સ્ટ્રોકથી રક્ષણ મેળવવા આટલું કરો
ઘરની બહાર જાવ ત્યારે માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખવું જરૂરી છે.
વજનમાં હળવા હોય તેવા સુતરાઉ કપડા પહેરો.
તરસ ન લાગે છતાં પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું આગ્રહ રાખો
આંખોનાં રક્ષણ માટે સન ગ્લાસીસ અને લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નાળિયેર પાણી સહિતનાં પીણાંનું સેવન કરો
ગરમી સામે રક્ષણ માટે પ્રાથમિક સારવાર અંગે તાલીમ લેવી
બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી
બપોરનાં 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી તડકામાં ન જવું, ઉઘાડા પગે બહાર ન જવું
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App