નવરાત્રી બાદ મેઘરાજાએ ગુજરાતમાં ફરી એક વખત બઘડાટી બોલાવી છે. નવરાત્રી પૂરી થતાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી હતી. ગઈકાલથી જ સુરતમાં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો. ઉધનામાં સૌથી વધુ 37 મીમી વરસાદ નોંધાયો હતો. જેના કારણે શહેરમાં ઠેરઠેર જગ્યાએ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા.
જાણવા મળ્યું છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગ એ જણાવ્યું હતું કે, નુર વાવાઝોડાને કારણે આ લો પ્રેશર સક્રિય થયું હતું. જેના કારણે વહેલી સવારથી જ સુરતના અનેક વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ પડ્યો હતો.
આ સાથે જ શહેર અને આસપાસના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડતા હેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા. સેન્ટ્રલ ઝોનમાં 15, રાંદેરમાં 26, કતારગામમાં 15, વરાછા એ ઝોનમાં 34, લિંબાયતમાં 28, અઠવા માં 31 અને ઉધનામાં 37 મીમી વરસાદ નોંધાયો હતો.
વધુ ત્રણ દિવસ વરસાદની આગાહી
આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આવનારા ત્રણ દિવસ વરસાદની આગાહી રહેશે. આ સાથે જ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે નવરાત્રી પછી ગુજરાતના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડશે. બંગાળાની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી આવનારા ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત પર અસર રહેશે. જેના કારણે આવનારા ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતથી લઈને અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.