ગુજરાત(Gujarat): હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા રાજ્યમાં આજથી આગામી 4 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ ખાબકશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે:
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી માં 30 થી 40 કિલોમીટર ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.
વરસાદની આગાહી સાંભળીને ખેડૂતો રાજીના રેડ થઇ ગયા છે. હવામાન વિભાગની વરસાદની આગાહીથી જગતનો તાત ખુશખુશાલ થઇ ગયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે સતત 4 દિવસ સુધી વરસાદ ધમરોળશે.
ગઈકાલે એટલે કે, રવિવારના રોજ અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. તો સોમવારના રોજ અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં મેઘરાજા વરસશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.