વડોદરા (Vadodara)માં વિરામ બાદ ફરી રવિવારે દોઢ ઇંચ વરસાદ(rain) ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ પાણી માંડવી વિસ્તાર (Mandvi area)માં આવેલી બેંક ઓફ બરોડા (Bank of Baroda)ના લોકર રૂમમાં પણ ઘૂસી ગયા હતા. રવિવારે બેંક બંધ હોવાના કારણે આજે બેંક કર્મચારીઓ અને ગ્રાહકો બેંકમાં જતા લોકર રૂમમાં પાણી જોઇ ચોંકી ઉઠ્યા હતા.
View this post on Instagram
નોંધનીય છે કે, આ બેંકમાં દર વર્ષે લોકર રૂમમાં પાણી ભરાઇ જતા હોય છે. પરંતુ, બેંક સત્તાવાળાઓ દ્વારા લોકર રૂમમાં ભરાતા વરસાદી પાણી અંગે કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. જેથી આ સમસ્યાનો નિકાલ લાવવા માંગ કરવામાં આવી છે.
રવિવારે રજા હોવાથી આજે પાણી ભરાયાની ખબર પડી:
રવિવારે બેંકમાં રાજા હોય છે. જેના કારણે દોઢ ઇંચ જેટલા વરસાદને કારણે ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને નીચાણવાળી તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ચાર દરવાજા વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. જેથી બેંકના કર્મચારીઓ સહિત ખાતેદારો ચિંતામાં મૂકાયા હતા. વરસાદી પાણી લોકર રૂમ સુધી પહોંચી જતા ખાતેદારો પોતાની મૂડી અને લોકરમાં મૂકેલી કિંમતી વસ્તુઓને જોવા માટે ઉમટી પડ્યા હતા. દર વર્ષે આ પ્રકારે જ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે, તેમ છતાં પણ કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી.
લોકરમાં કિંમતી વસ્તુઓ અને રૂપિયા હોય છે:
આ અંગે બેંકના ખાતાધારક ફારૂકભાઈએ કહ્યું હતું કે, બેંકના લોકરોમાં લોકોના રૂપિયા, સોનું-ચાંદી મૂકેલું હોય છે. જેમાં પાણી ભરાઈ જતા લોકો હેરાન-પરેશાન થઈ જાય છે. ત્યારે વડોદરા શહેરમાં ચાર દરવાજા વિસ્તારમાં બેંક ઓફ બરોડાની મેઈન બ્રાંચ આવેલી છે. જેમાં દર વર્ષની જેમ પાણી ભરાઇ ગયા હતા. આ વર્ષે 153મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો, ત્યારે આ બેંકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની સમસ્યા યથાવત્ જોવા મળી રહી છે.
સમસ્યાનો નિકાલ લાવવા માંગ:
વધુમાં તેઓએ કહ્યું હતું કે, માત્ર 1થી દોઢ ઈંચ વરસાદમાં જ બેંક ઓફ બરોડાના લોકર વિભાગમાં પાણી ભરાઈ ગયું છે. બેંકમાં એટલું પાણી ભરાયું છે કે, લોકોને ચપ્પલ ઉતારીને લોકર રૂમમાં જવું પડી રહ્યું છે, જેથી તમામ લોકર ધારકો દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કારણ કે, લોકરોમાં લોકોના રૂપિયા, સોનું-ચાંદી જેવી કિંમતી વસ્તુઓ મૂકેલી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.