છત્તીસગઢ: છત્તીસગઢના રાયપુરમાં મહિલા ચોરોની એક ટોળકીએ દાગીના પીગાળતી દુકાનમાંથી 3 કિલો ચાંદીની ચોરી કરી હતી. આ મહિલાઓ ભીખ માંગવાના બહાને દુકાનમાં ઘૂસી હતી. ચોરીની ઘટના પણ CCTV માં કેદ થઈ છે. આ ઘટના સિટી કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
મળતી માહિતી મુજબ, બુઢાપરામાં રહેતા અજીત પાટીલની સદર બજારમાં શ્રી કૃષ્ણ રિફાઇનરી નામથી સોના-ચાંદીને પીગાળતી માટે બે દુકાનો ધરાવે છે. કર્મચારી મહાદેવ મૌરે અને સંતોષ કાંબડે એક દુકાનમાં સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ બેઠા હતા. આ દરમિયાન 5-6 મહિલાઓ બાળકો સાથે ભીખ માંગવા આવી હતી. તેમના ગયા બાદ કર્મચારીઓએ અજિતને ફોન કરીને જાણ કરી હતી. શંકાના આધારે અજીત દુકાન પર પહોંચ્યો અને પાકીટ તપાસ્યું તો ચાંદીની ડબ્બી ગાયબ હતી.
દુકાનમાંથી ચાંદીની થેલી ગુમ થયા બાદ અજીતે ત્યાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. ફૂટેજમાં સામે આવ્યું હતું કે, એક મહિલા દુકાનમાં પ્રવેશી અને તિજોરી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તિજોરી ન ખુલી ત્યારે તે પોતાની પાસે રાખેલી ચાંદીથી ભરેલી થેલી લઈને દૂર જતી રહી હતી. તેમાં લગભગ 3 કિલો ચાંદી હતી, જેની કિંમત 2.20 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. દુકાનદારે આજુબાજુની મહિલાઓની પૂછપરછ કરી, પણ કોઈ માહિતી મળી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.