રાજકુમાર જાટના મૃત્યુ મામલે રાજસ્થાનથી ગુજરાત સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ, જાણો વિગતે

Rajkumar jaat case:રાજકુમાર જાટના મોતના કેસને લઈને રાજ્યભરમાં રોષ ફેલાયો છે. કારણકે, મૃતકના પરિવારજનો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવાર સામે હત્યાનો આક્ષેપ કરી રહ્યા છે, આ મામલો અકસ્માતનો હોવાનું રાજકોટ પોલીસે સ્પષ્ટ કરી દીધું છે (Rajkumar jaat case) અને આ ઘટનાને લઇ રાજકુમારની હત્યા ની CBI તપાસ કરવા સમાજના આગેવાનોએ માંગ કરી હતી. જેમાં સમાજ દ્વારા રાજકુમાર જાટ ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી.જેમાં સાત ધારાસભ્યો તેમજ એક સંસદ સભ્યએ પત્ર પાઠવી સીબીઆઇ તપાસની માંગ કરી હતી.

અગ્રણીઓના આરોપ
રાજકુમાર જાટના મોત પાછળ ગોંડલના ગણેશ ગોંડલ પર હત્યા નો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયા હોવાના પણ આરોપ અગ્રણીઓએ કર્યો હતો. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને તેના પુત્ર ની પૂછપરછ કરવામાં આવે તથા તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.

અધુરી વાતચીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ
ગોંડલનાં રાજકુમાર જાટનાં મોત કેસમાં વધુ એક ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં યુવકનાં પિતા રતનલાલ અને ગણેશ ગોંડલ વચ્ચેની વાતચીત સામે આવી છે. ગણેશ જાડેજાએ રતનલાલને પૂછ્યું, દીકરો માનસિક અસ્વસ્થ છે? રાજકુમાર જાટ માનસિક અસ્વસ્થ હોવાનો તેનાં પિતાએ સ્વીકાર કર્યો હતો. રાજકુમારની સારવાર ઉદયપુરમાં ચાલુ હોવાનું પણ તેના પિતાએ કહ્યું હતું. બંને વચ્ચેની અધુરી વાતચીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ”તરઘડીયા ગામ પાસે ઓવર બ્રિજ આવેલા છે જેની નજીકમાં આ યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો ત્યાંથી પસાર થતી 108 જોઈને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન યુવકનું મોત થઈ ગયુ હતું. ત્યારે યુવકની ઓળખ થયેલી ન હતી જેના પગલે ઓળખ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, ગોંડલ શહેરમાં એક યુવક ગુમ થયેલો છે જેના પગલે તેના સગા વ્હાલાને બોલાવીને ઓળખ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું કે, આ યુવકનું નામ રાજકુમાર જાટ છે. ત્યારબાદ તેમના બનેવી અર્જુન જાટ દ્વારા ફરિયાદ લીધેલી છે અને તપાસ પણ ચાલું છે. વધુમાં કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યું હતું કે, જ્યાંથી ઈજાગ્રસ્ત યુવક મળી આવ્યો હતો તેની પાસે જ આશ્રમમાં આવેલો અને 4 વાગ્યે મોડી રાત્રે તે આશ્રમમાંથી બહાર નીકળો જણાય છે અને ત્યારબાદ અકસ્માતથી ઈજાગ્રસ્ત થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું છે”