જે ભૂલથી આજે અમેરિકા સળગી રહ્યું છે એવી જ ભૂલ કોંગ્રેસસાશિત રાજ્યની પોલીસે કરી- જુઓ વિડીયો

અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોઇડના ગળાને ઘૂંટણથી દબાવી રાખવાથી મૃત્યુ થયું હતું. તેવી જ એક સમાન ઘટના ગુરુવારે રાજસ્થાનના જોધપુરમાં જોવા મળી હતી. જો કે, અહીં પોલીસકર્મીએ આ યુવકના ગળાને પગથી દબાવ્યો હતો પરંતુ તે મૃત્યુ પામ્યો ન હતો પરંતુ ગુસ્સે ભરાયેલો યુવક પોલીસની પકડમાંથી છૂટ્યો ત્યારે યુવકે પોલીસકર્મી સાથે લડવાનું શરૂ કરી દીધું હતું.

જોધપુરના દેવનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શખ્સ માસ્ક વગર ફરતો હતો જ્યારે પોલીસે તેને માસ્ક પહેરવાનું કહ્યું અને માસ્ક ના પહેર્યું હોવાના કારણે મેમો ફાડવાની વાત કરી તો આ શખ્સ પોતાની ભૂલ કબૂલવાના બદલે પોલીસ પર હાથ ઉપાડવા લાગ્યો હતો. બે પોલીસકર્મી હતાં છતાં આ યુવક કાબૂમાં રહેવાના બદલે પોલીસ પર હુમલો કરી રહ્યો હતો જેના કારણે પોલીસના કપડા પણ ફાટ્યા હતા.

આ દરમિયાન પોલીસે યુવક સાથે વિવાદ કર્યો હતો. આના આધારે યુવકે મોબાઈલ કાઢીને વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. આ સમયે પોલીસકર્મીએ યુવકનો મોબાઈલ છીનવી લીધો અને ઘૂંટણ વડે તેની ગળા પર હુમલો કર્યો યુવકે કહ્યું કે તેણે માસ્ક પણ પહેર્યું હતું, પરંતુ પોલીસે તેને ખેંચીને ફેંકી દીધુ હતુ. જ્યારે વિવાદ વધતો ગયો ત્યારે પોલીસકર્મીએ તેના ઘૂંટણથી યુવાનની ગળા દબાવ્યો અને બે પોલીસકર્મચારી યુવકનો પગ પકડી બેઠા. જ્યારે લડત થઈ ત્યારે ટોળું એકઠા થઈ ગયું.

પોલીસકર્મી ગળા પર બેસી ગયો

અમેરિકન પોલીસની જેમજ અહીં પણ પોલીસકર્મીએ યુવકને ગળા પર પગ મુકીને માર માર્યો હતો અને પછી મોબાઇલ છીનવી લીધો હતો અને ખિસ્સામાં મૂકી દીધો હતો. અન્ય બે લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ પોલીસની મદદ કરવા માટે બીજા બે પોલીસે યુવકનો પગ પકડ્યો. હુમલો કરતા ગુસ્સે ભરાયેલા યુવક ઉભો થયો અને પોલીસકર્મી સાથે લડવાનું શરૂ કર્યું.

પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધાયો

રાજસ્થાન પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધાયો છે. પોલીસે જણાવ્યું છે કે, “આ શખ્સ માસ્ક પહેર્યા વગર ફરતો હતો અને પોલીસ સાથે હાથાપાઈ કરી, જેમાં પોલીસનો યુનિફોર્મ પણ ફાટ્યો હતો. કેસ નોંધાઈ ગયો છે. આ શખ્સ સામે અગાઉ પણ એક કેસ નોંધાયો છે જેમાં તેણે તેના પિતાની આંખને નુકસાન પહોંચાડ્યું હતું.”

પોલીસ માસ્ક પહેર્યા વગર ફરતા શખ્સને સમજાવાની કોશિશ કરી રહી હતી ત્યારે પોલીસનો વિડીયો ઉતારવાની પણ કોશિશ કરી રહ્યો હતો. પોલીસે તેનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો હતો. આ વિડીયોમાં કેટલાક લોકો એવું બોલતા સંભળાયે છે કે, આ શખ્સ ગાંડો છે, જે પોલીસ પર હાથ ઉપાડી રહ્યો છે… આ દરમિયાન પોલીસ પણ તે શખ્સને વિનંતિ કરી રહી હતી કે, વર્દી છોડી દે, વર્દી ફાટી જશે..

પોલીસે આ શખ્સની ગરદન પર જે રીતે પગ મૂક્યો હતો તેવી જ ઘટના અમેરિકામાં બની હતી જેમાં પોલીસે નકલી નાણું ચલાવવાના ગુનામાં ઝડપેલા જ્યોર્જ ફ્લોયડની ગર્દન પર પગ મૂક્યો હતો તેવું દૃશ્ય પોલીસ અને માસ્ક ના પહેરનારા શખ્સની ઝપાઝપી દરમિયાન જોવા મળ્યું હતું. જેને લઈને પણ સોશિયલ મીડિયા પર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *