Rajgira Farming: બનાસકાંઠા જિલ્લામાં મોટાપાયે રાજપરાનું વાવેતર થાય છે. રાજગરાની વિદેશમાં મોટી માંગ રહે છે. આ વર્ષે ઓછું વાવેતર અને વિદેશમાં રાજગરાની મોટી માંગ હોઈ રાજગરાના (Rajgira Farming) ભાવ આસમાને છે. જેનો સીધો ફાયદો જગતના તાતને થઈ રહ્યો છે.
વિદેશમાં રાજગરાને લઈને ભારે માંગ
બનાસકાંઠાના ખેડૂતો રવી સીઝન દરમિયાન રાજગરાનું મોટાપાયે વાવેતર થાય છે. રાજ્યમાં સૌથી વધુ રાજગરા નું વાવેતર અને ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. રવિ સીઝન પૂર્ણ થતાં જ ડીસા માર્કેટયાર્ડમાં મોટાપાયે રાજગરાની આવક નોંધાઇ રહી છે. રાજગરાનો ઉપયોગ મોટાભાગે આયુર્વેદિક દવાઓ બનાવવામાં થતો હોય તેની મોટી માંગ વિદેશમાં રહે છે. આ વર્ષે રાજગરા ઓછું વાવેતર થયું છે. જ્યારે વિદેશમાં આવશે રાજગરાની માંગ મોટી છે. આ બે કારણોને કારણે ગત વર્ષે 950 રૂપિયા પ્રતિમણ વેચાતું રાજગરો આ વર્ષે 1500 રૂપિયા પ્રતિમણ વેચાઈ રહ્યો છે. જેનો સીધો ફાયદો ખેડૂતોની થઈ રહ્યો છે. રાજગરાના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
90 દિવસમાં તૈયાર થશે આ પાક
90 દિવસના ટૂંકાગાળાનો રાજગરાનો પાક લીધા પછી તલનું વાવેતર શઇ શકે છે. રાજગરાના પાકનો સારો ભાવ મળે છે. કાપણી પછી રાજગરો ભરેલા ડુંડવાને ચારથી પાંચ દિવસ સુધી ખેતરમાં સુકવ્યા બાદ થ્રેસર વડે ડુંડામાંથી રાજગરો છૂટો પાડવામાં આવે છે. ખેડા અને પંચમહાલ જિલ્લા જોડાયેલા સરહદી તાલુકાના ખેડૂતો ઠાસરાના બજારમાં રાજગરાનો પાક વેચે છે અને વાવેતર માટે જરૂરી બિયારણ પણ ત્યાંથી ખરીદે છે.
રાજગરો પ્રોટીનનો ખજાનો
રાજગરો એટલે પ્રોટીન, ખનિજ તત્ત્વો અને વિટામિન્સથી ભરપૂર ખજાનો. રાજગરાના પાંદડા પણ શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટિન હોય છે. રાજગરાના દાણામાંથી ખીર, ધાણી કે ચીક્કી બનાવીને પણ ખાઇ શકાય તો એના લોટમાંથી થેપલા,પરોઠા કે શીરો પણ બનાવી શકાય છે.
આ રીતે થાય છે રાજગરાની ખેતી
રાજગરાના પાકમાં પિયત દર 15 થી 20 દિવસના અંતરે કરી શકાય છે. આ પાકમાં નીંદામણની પુષ્કળ સંભાવના છે. આવી સ્થિતિમાં પ્રથમ નિંદામણ 15-20 દિવસ પછી અને બીજું નિંદામણ 35 થી 40 દિવસ પછી કરવું જોઈએ.રાજગરાના પાકની સમયસર લણણી કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે તેના દાણા ખૂબ જ નાજુક હોય છે, જે મોડી લણવામાં આવે તો ખરી જાય છે અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે, તેથી સમયસર લણણી કરવાની સલાહ આપવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App