રાજકોટમાં 15 વર્ષીય દીકરીએ ગળેફાંસો ખાઈને ટુંકાવ્યું પોતાનું અમુલ્ય જીવન -સામે આવ્યું ચોંકાવનારું કારણ

રાજ્યમાં કોરોનાની સાથે જ આત્મહત્યા તથા માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. હાલમાં આવી જ એક આપઘાતની ઘટના રજોક જીલ્લામાંથી સામે આવી રહી છે. શહેરના મોરબી રોડ પર વેલનાથપરામાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતી 15 વર્ષીય જીયા કિશોરભાઈ પરમાર નામની સગીરાએ દૂપટ્ટાથી ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાંખ્યું છે.

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પહોંચી ગઈ હતી તેમજ જીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં લઈ જઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જીયાના પિતા દ્વારા આઓપ મુકવામાં આવ્યો છે કે, લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવકની હેરાનગતિને લીધે જીયાએ આવું પગલું ભર્યુ છે. પાડોશીઓમાં પ્રેમસંબંધ મુદ્દે પિતાએ ઠપકો આપતા આવું પગલું ભર્યુ હોવાની ચર્ચા પણ થઇ રહી છે.

ઘરે કોઇ ન હતું ત્યારે જીયાએ ગળેફાંસો ખાઇ કરી લીધો આપઘાત :
વેલનાથપરામાં રહેતા તેમજ લાઇટ ફિટિંગનું કામ કરી રહેલ કિશોરભાઇ ગંગારામભાઇ પરમાર તથા તેમના પત્ની ભાવનાબેન 30,000 ની લોન મંજૂર થઇ હોવાંને કારણે લેવા માટે સવારમાં ઘરેથી નીકળ્યા હતા. તેની મોટી દીકરી કામ પર ગઇ હતી તેમજ નાનો દિકરો પતંગ ઉડાડવા માટે ગયો હતો.

ઘરે બીજા નંબરની દીકરી જીયા સાવ એકલી હતી. પતિ-પત્ની લોન મંજૂર થઇ તેની બૂક ઘરે ભૂલી ગયા હોવાંથી લેવા માટે પરત ઘરે આવ્યા ત્યારે દીકરીને લટકતી હાલતમાં જોતા હોંશ ઉડી ગયા હતા. ત્યારબાદ બુમાબુમ થતાં લોકો એકત્ર થઇ ગયા હતા.

આપઘાત કરનાર જીયા 9 ધોરણ સુધી ભણી હતી :
ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસ પહોંચી ગઈ હતી. આત્મહત્યા કરી લેનાર જીયાએ માત્ર ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો હતો. હાલમાં અભ્યાસ કરતી ન હતી પણ જકાતનાકા નજીક ઇમિટેશનના કારખાનામાં કામ કરીને પરિવારને મદદરૂપ થતી હતી.

પિતા કિશોરભાઇએ આરોપ મુક્યો હતો કે, અમારે ઘરનું મકાન લાતીપ્લોટમાં છે પણ એક દિકરાને લીધે અમે છ મહિના પહેલા આ ઘરનું ઘર મુકીને વેલનાથપરામાં ભાડેથી રહેવા માટે આવ્યા હતાં. આપઘાત કરનાર જીયાના પિતા કિશોરભાઇએ આક્ષેપ કર્યો હતો કે, લાતીપ્લોટના એક યુવક દ્વારા મારી દીકરીને હેરાનગતિ હતી. જેને લીધે અમે અહિનું ઘર છોડીને ભાડે રહેવા માટે ચાલ્યા ગયા હતાં. પહેલાં અમે મહિલા પોલીસમાં અરજી કરી હતી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *