રાજકોટ નજીક નદીમાં ન્હાવા માટે પડેલ ચાર મિત્રો પૈકી બે યુવાન ડૂબી જવાથી મોતને ભેટ્યા- બન્ને પરિવારે ગુમાવ્યા કુળદીપક 

રાજકોટ (ગુજરાત): રાજ્ય(Gujarat) ના રાજકોટ(Rajkot) માં આવેલ લોધિકા(Lodhika) પાસે વાગુદડ નદી (Vagudad River) માં આજે 4 મિત્રો ન્હાવા માટે પડ્યા ત્યારે પાણી ઊંડુ હોવાને લીધે ચારેય મિત્રો ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ તથા ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી કે, જેમાં બે લોકોનો બચાવ કરી લેવામાં આવ્યો હતો.

જ્યારે બે મિત્રો ડૂબી જતા મોતને ભેટ્યા હતા. આની સાથે જ તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા કલ્પાંત જોવા મળ્યો હતો.

મૃતક બંને મિત્રો મેટોડા રહેતા હતા:
મૂળ મધ્યપ્રદેશના તેમજ મેટોડામાં રહીને કામ કરી રહેલ 4 મિત્રો આજે વાગુદડ નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. જો કે, 17 વર્ષીય કૃણાલ પંડ્યા તથા મૂળ બિહારના 12 વર્ષીય અમન ગુપ્તાનું ડૂબી જવાને લીધે મોત થયું હતું. પોલીસ દ્વારા ફાયર વિભાગની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ કામ કરતા લોકો તેમજ પરિવારજનો દોડી આવ્યા હતા તેમજ કલ્પાંત કર્યો હતો.

2.30 કલાકની જહેમત પછી મૃતદેહને બહાર કાઢ્યા:
એક વ્યક્તિએ નદીની સામે 2 લોકો ડૂબ્યાની જાણ કરતાની સાથે તુરંત 10 ફાયરમેનમાંથી 4 લોકોની ટીમ લઈને અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા તેમજ 2.30 કલાકની જહેમત પછી બંને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા આવું કાલાવડ રોડ ફાયર સ્ટેશનનાં ઓફિસર આર.એ.વિગોરાએ કહ્યું હતું.

અગાઉ પણ ચેકડેમમાં 3 યુવતીના ડૂબી જતા મોત થયા હતા:
એક મહિના અગાઉ રાજકોટમાં આવેલ કાંગશીયાળી ગામનાં ચેકડેમમાં કુલ 5 લોકો ન્હાવા માટે પડ્યા હતા. જેમાંથી કોમલબેન ચનાભાઈ, સોનલબેન કાળુભાઈ તથા મિઢુરબેનના મોત થયા હતા. શાપર વેરાવળની પાસે આવેલ ઢોલરા-કાંગશીયાળી વચ્ચે આવેલા ચેકડેમમાં ન્હાવા ગયા હતા. પોલીસ તથા ફાયરબ્રિગેડની મદદથી ત્રણેયના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *