70 વર્ષના આધેડે તેના ભાગિયાની પત્ની પાસે કરી બીભત્સ માંગણી અને…, જાણો રાજકોટનો આ ચોકાવનારો કિસ્સો 

રાજકોટ(ગુજરાત): ગઈકાલે જસદણના વીરનગરમાં 70 વર્ષીય વૃદ્ધની સાડીથી થાંભલા સાથે મોઢામાં ડૂમો દઇ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ દરમિયાન પોલીસ તપાસમાં આ વૃદ્ધની હત્યા થઇ હોવાનું ખૂલ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ પણ કરવામાં આવી છે. આ ચકચારી હત્યામાં મૃતક ગોબરબાપા ઉર્ફે શંકરભાઈ પોપટ ભાઈ વેકરિયાએ બિભત્સ માંગણી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે જેના કારણે તેમની હત્યા તેમના જ ભાગિયાએ નીપજાવી નાખી છે.

મળતી માહિતી મુજબ, ભાભાલાએ આ માંગણી ભાગિયાની પત્ની પાસે કરી હોવાના અહેવાલોથી સનસનાટી ફેલાઈ ગઈ છે. આ ચકચારી બનાવની વિગતો એવી છે કે, જસદણના વિરનગરમાં ગોબરભાઇ ઉર્ફે શંકરભાઈ પોપટભાઈ વેકરિયાની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ મૃતકના ભાઇ ગિરધરભાઈ ઉર્ફે ગીધાભાઈ પોપટભાઈ વેકરિયા દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જેથી સમગ્ર મામલે આટકોટ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 હેઠળ સૌપ્રથમ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, 70 વર્ષીય વૃદ્ધ શંકરભાઈ પોપટભાઈ વેકરિયા દ્વારા પોતાની જમીન ખેડવા માટે પ્રતાપભાઈ ઉર્ફે સંજય ભાઈ પ્રવીણ વેરશીભાઈ ચારોલીયાને રાખવામાં આવ્યા હતા. ત્યારે થોડા સમય પૂર્વે સંજય તેની પત્ની અને તેની માતાને વીરનગર વાડીએ રહેવા માટે લાવ્યો હતો.

આ દરમિયાન સંજયની પત્ની પાસે મૃતક શંકરભાઈએ બીભત્સ માગણી કરતા સંજયને આ બાબતનું લાગી આવ્યું હતું. તો સાથે જ સમાજમાં બદનામી થશે અને પોતે સમાજમાં મોઢું બતાવવા જેવો નહીં રહે તેમ વિચારી તેણે શંકરભાઈની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો.

જેથી તેણે પોતાની પત્ની અને માતા સૂઈ જતા શંકરભાઈ જે ઝૂંપડામાં સુતા હતા ત્યાં જઈ સૌપ્રથમ તેમના મોઢે ડૂમો આપી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યા કર્યા બાદ સંજયે કોઈ ચોરી કરવા માટે આવ્યો હોવાથી અને તેણે હત્યા કરી જતો રહ્યો હતો તેમ દેખાડવા માટે તમામ સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો અને ત્યારબાદ પોતાના ઘરે પરત જઈ સૂઈ ગયો હતો.

સવારે ઉઠ્યા બાદ સંજયે પોતે જ આ હત્યા અંગે શંકરભાઇના ભાઈ વિનુભાઈને તેમજ આટકોટ પોલીસમાં જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સમક્ષ સંજયે કબૂલ્યું છે કે, તેણે બંને પગ શંકરભાઈના સાડી વડે બાંધી દીધા હતા. ત્યારબાદ મોઢા ઉપર ડૂમો આપી તેમની હત્યા નીપજાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *