હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના વાઈરસના coronavirus) કેસ કૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અત્યાર સુધી સુરતમાં કોરોનાના કેસ ઝડપથી વધતા હતા પરંતુ હવે સુરત બાદ રાજકોટમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના (Rajkot coronavirus) સંક્રમણમાં હવે સૌરાષ્ટ્ર ચિંતાજનક સ્થિતિમાં પહોંચ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.
રાજકોટમાં સૌરાષ્ટ્રમાંથી (Rajkot coronavirus updates) સારવાર માટે આવતા 21 દર્દીના એક જ રાતમાં મોત થતા ચિંતાનો માહોલ છવાયો છે. દરમિયાન ગઈકાલે જ રાજકોટની ચિંતા વ્યક્ત કરતા આરોગ્ય વિભાગે ગાંધીનગરથી તબીબોની ટીમ રાજકોટ મોકલી છે. હાલમાંબ આરોગ્ય અગ્રસસચિવ જયંતિ રવિ પણ રાજકોટની મુલાકાતે છે.
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, છેલ્લા 5 દિવસમાં 100થી વધુ લોકોનાં મોત થયા હોવાનો ઘટસ્ફોટ થતા હાહાકાર મચી ગયો છે. જોકે, ડેથ ઑડિટ કમિટી આ મોતને કોવિડના કારણે કે કોમોર્બિડીટીના કારણે મોત થયું હોવાનું તારવતી હોવાથી ગાંધીનગરમાં આ મોતનો આંકડો બોલતો નથી તેવી ચર્ચા અખબારી આલમમાં થઈ રહી છે.
દરમિયાન રાજકોટમાં સતત મૃત્યુનો આંક વધતા રાજકોટ સૌરાષ્ટ્રનું ‘વુહાન’ બનશે? તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 1 સપ્ટેમ્બરના રાજકોટ રાજકોટ શહેરના વર્તમાન પત્રોએ આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા ઘટસ્ફોટક અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે.
દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં આજે વધુ 42 કેસ નોંધાયા છે. રાજકોટમાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી સારવાર માટે આવેલા 21 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 19નાં અને ખાનગી હોસ્પિટલમાં 2ના કોરોનાથી મોત નીપજ્યા છે. આ સાથે જ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 3262 પર પહોંચી ગઈ છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 3220 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 1408 સારવાર હેઠળ છે. જ્યારે સોમવારે 38 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews