રાજકોટ(ગુજરાત): તાજેતરમાં રાજ્યમાં આપઘાતના કિસ્સા ઘણા વધી રહ્યા છે. આ દરમિયાન, રાજકોટ શહેરમાં વધુ એક પરિણીતાએ ગળાફાસો ખાઈ પોતાની જિંદગી ટૂંકાવી છે. જેમાં મહિલાએ જે યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે યુવાને મહિલાને છૂટાછેડા આપ્યા બાદ, ફરીથી મૈત્રી કરાર કરીને સાથે રહેવાનું કહેતા મહિલા ડિપ્રેશનમાં આવી ગઈ અને ગળાફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોઠારીયા સોલ્વન્ટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના કવાર્ટરમાં રહેતી પરિણીત યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. સમગ્ર મામલાની જાણ પરિવારજનોને થતાં પરિવાર જનો દ્વારા 108ને ફોન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલીક અસરથી 108ના ઇએમટી યશ વાડોલીયા દ્વારા યુવતીને તપાસી તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલાની જાણ આજીડેમ પોલીસને થતા આજીડેમ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમલતા બે બહેનોમાં સૌથી મોટી છે. તેના પિતા કડિયા કામ કરી ગુજરાન ચલાવે છે. ઘરની સૌથી મોટી દીકરી પ્રેમલતાએ રાજકોટ શહેરમાં રહેતા લોહાણા યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને વચ્ચે મનદુઃખ થતાં બન્નેએ છૂટાછેડા લીધા હોવાનું સામે આવ્યું છે.
જેથી તે છેલ્લા કેટલાય સમયથી મૃતક પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. થોડા સમય પૂર્વ પ્રેમી અને પતિએ પ્રેમલતાનો સંપર્ક કર્યો હતો. સંપર્ક સાધ્યા બાદ તેણે ફરીથી મૈત્રી કરારમાં રહેવાનું જણાવ્યું હતું. આ બાબતે પરિણીતા ડિપ્રેશનમાં આવી જતા આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.
હાલ, પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં પ્રેમલતાના મૃત્યુ મામલે નવો કોઈ ફણગો ફૂટે છે કે કેમ તે જોવું રહ્યું. પ્રેમલતાએ ડિપ્રેશનમાં આવી જતા આ આત્મઘાતી પગલું ભર્યું છે કે પછી કારણ કંઈક બીજું જ કારણ છે તે હવે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.