રાજકોટ(ગુજરાત): રાજકોટ શહેરમાંથી એક ખુબ જ શરમજનક બનાવ જોવા મળ્યો છે. જેમાં 13 વર્ષના વિદ્યાર્થીને બોલ અપાવવાના બહાને બોલાવીને તેના પર બળત્કાર આચર્યો છે. પોલીસે આરોપીને ઝડપી લેવા માટે સીસીટીવીના આધારે પણ કામગીરી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રવિવારે સદર બજાર વિસ્તારમાં આવેલી સ્કુલમાં રમતગમત માટે 13 વર્ષના એક બાળકને એક અજાણી વ્યક્તિએ ચાલ તને ક્રિકેટ રમવું હોય તો. હું તને ટેનિસનો બોલ આપું તેમ કહીને પોતાની બાઇક પાછળ બેસાડીને રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ નજીક આવેલી અવાવરૂ જગ્યાએ લઇ જઇને હાથ દોરા વડે બાંધી દીધા હતા. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે આ સમગ્ર ઘટના દરમિયાન અચાનક વિદ્યાર્થીને તક મળતા વિદ્યાર્થીએ આરોપીને પથ્થર મારીને ત્યાંથી ભાગી ગયો હતો.
હાલ તો સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા આઇપીસીની કલમ 363, 377, 506 તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા કાયદાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી છે. પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા મોડી રાત સુધી શકમંદોને બોલાવીને બાળકને બતાવવામાં આવ્યા હતા. જો કે હજી સુધી આરોપીની ઓળખ થઇ શકી ન હતી. પોલીસે સીસીટીવી દ્વારા પણ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.