રાજ્યમાં અપહરણનાં બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. હાલમાં રાજકોટ શહેરમાંથી એવી ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. શહેરના મવડી વિસ્તારમાં રહેતા કરણ ગોગરા નામના યુવકે પોતાનું જ અપહરણ થઈ ગયુ હોવાનું ષડયંત્ર રચ્યું હતું.
પોતાના પર દેવું વધી જતાં તેણે અપહરણનું ષડયંત્ર રચ્યું હતું. જો કે, પિતાની ફરિયાદ પરથી પોલીસ દ્વારા એને પકડી પાડવામાં આવ્યો હતો તેમજ તેની પૂછપરછ કરતાં ચોંકાવનારી જાણકારીઓ સામે આવી હતી. સમગ્ર મામલો એવો છે કે, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 30 ડિસેમ્બરે એક પિતાએ પોતાના દીકરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જેને આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં કરણને પકડી પાડવામાં આવ્યો હતો. આની સાથે જ પૂછપરછ કરતાં ખુલાસો થયો હતો કે, જેને સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કરણના ફોનમાંથી તેના પિતાને કોલ આવ્યો હતો કે, તમારા દીકરા એટલે કે કરણનો ફોન અને ગાડી અહીં પડેલ છે તથા કોઈ અજાણ્યા ઇસમો તેને છરીના ઘા મારીને ફોરવ્હીલ ગાડીમાં બેસાડી લઈ ગયા છે.
જેને આધારે તેના પિતાએ અજાણ્યા શખ્સોની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અપહરણની ગંભીરતાને ધ્યાનમાં લઈ ક્રાઇમ બ્રાન્ચ તેમજ વિવિધ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. કરણની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેને આર્થિક સંકળામણ હોવાને લીધે ઘર મૂકીને જતો રહ્યો હતો.
30 ડિસેમ્બરે પોતાના મોટા બાપુના દીકરા એભલને પોતાના જ ફોનમાંથી અવાજ બદલીને પોતાના પિતાને કોલ કરી ફરિયાદ પ્રમાણેની હકીકત જણાવવામાં આવી હતી તેમજ મોટરસાયકલ અને મોબાઇલ કાલાવડ રોડ પર અવધના ઢાળીયા નજીક મૂકીને ત્યાંથી રિક્ષામાં બેસી ગ્રીનલેંડ ચોકડી પહોંચ્યો હતો.અપહરણની ગંભીરતાને ધ્યાનમાં લઈ ક્રાઇમ બ્રાન્ચ તથા વિવિધ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં એની ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle