રાખી સાવંતે કપડાની જગ્યાએ વાસણો પહેરીને એવો ડાન્સ કર્યો કે, ગાંડું થયું સોશિયલ મીડિયા- જુઓ વિડીયો

મનોરંજન જગતમાં ડ્રામા ક્વીન(Drama Queen) તરીકે જાણીતી રાખી સાવંત તે સેલિબ્રિટી(Celebrity)ઓમાંની એક છે. જેનું નામ સાંભળતા જ લોકોના મનમાં અનેકો સવાલ ઉઠે છે કે, હવે આ શું નવું કરવાની છે? આજે અમે તમને રાખીનો જે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ તે જોઈને તમે કાં તો માથું પકડી રાખશો અથવા તો પેટ પકડીને હસવા લાગશો.

રાખી સાવંતનો અદભૂત લુક:
આ વીડિયોમાં રાખી સાવંતનો દેખાવ કંઈક વિચિત્ર છે. તેણે પોતાના શરીર પર અલગ-અલગ જગ્યાએ રસોડાના વાસણો બાંધ્યા છે. તેના માથા પર એક બાઉલ છે, હાથમાં ચમચો અને છરી છે, તેની કમરની આસપાસ ગ્રીડર લટકાવેલ છે અને તેને તેની છાતી પર બે ડબ્બા રાખ્યા છે. તેમનું આ રૂપ જોઈને લોકો પોતાનું હસવાનું રોકી શકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

શીખવી રહી છે ડાંસ:
આ શરૂ થતાં જ રાખી સાવંત કહે છે કે, ચાલો આજે તમને બેલે ડાન્સ શીખવીએ. ત્યાર પછી તે શરીર પર બાંધેલા બાકીના વાસણો હાથમાં રાખેલ ચમચા વડે વગાડવાનું શરૂ કરે છે. આ વીડિયો બનાવતી વખતે રાખી પણ હસી રહી છે. મતલબ કે તે તેના પાગલપણનો આનંદ માણી રહી છે. આટલું જ નહીં તેણે પાછળ એક વાસણ પણ લટકાવી દીધું છે.

લોકો દ્વારા રમૂજી ટિપ્પણીઓ:
આ વીડિયો જોઈને ભાગ્યે જ કોઈ એવા હશે જેને પોતાની પ્રતિક્રિયા નહિ આપી હોય. તો અહીં કોમેન્ટ સેક્શનમાં પણ લોકોએ રાખીના આ કૃત્ય પર હસી રહ્યા છે. જયારે ઘણા તેને રિયલ ડ્રામા ક્વીન કહી રહ્યા છે. જ્યારે કેટલાક તેને સૌથી હાઈ-એનર્જી સેલિબ્રિટી કહી રહ્યા છે. તેમજ કેટલાક લોકોએ તેને જોરદાર ટ્રોલ પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *