આતંકવાદ વિરોધી ટીમનો મોટો ખુલાસો: આંતકીઓના નિશાના પર હતું રામ મંદિર, મળી આવ્યા કાશી-મથુરાના નકશા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી પકડાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા થઈ રહ્યા છે. યુપી એટીએસ દ્વારા આતંકવાદીઓ પાસેથી અનેક અગ્રણી સ્થળોના નકશા મળી આવ્યા છે. આતંકવાદીઓ પાસેથી અયોધ્યાના રામ મંદિરની આસપાસના નકશા મળી આવ્યા છે. આ સિવાય કાશી અને મથુરાના ધાર્મિક સ્થળોના નકશા પણ એટીએસ દ્વારા આતંકવાદીઓ પાસેથી મેળવ્યા છે. નકશા વિવિધ પોઇન્ટ સાથે ચિહ્નિત થયેલ છે. આતંકવાદીઓ પાસેથી યુપી એટીએસ દ્વારા ગોરખપુરના વિસ્તારની વિગતો પણ મળી છે.

આ સાથે ધરપકડ કરાયેલા બંને આતંકવાદીઓ પાસેથી ઉત્તર પ્રદેશના ઘણા મોટા શહેરોના જાહેર અને ધાર્મિક સ્થળોની વિગતો પણ મળી આવી છે. આતંકવાદીના ટેલિગ્રામ, વીડિયો કોલ, વોટ્સેપ કોલ અને ચેટ પણ એટીએસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે.

તમને જણાવી દઈએ કે એટીએસએ છેલ્લા 24 કલાકમાં 1 ડર્જનથી  વધુ શકમંદ વ્યક્તિને અટકાયતમાં લીધા છે. હાલમાં તેમની પૂછપરછ ચાલુ છે. કાનપુરના કેટલાક યુવકો પણ આ ગેંગમાં સામેલ છે અને આતંકવાદીઓ સાથે સક્રિય રીતે સંપર્કમાં છે. એટીએસની ટીમે ચમનગંજના પેંચબાગ અને જાજમાઉ પર દરોડા પાડી ચાર યુવકોની ધરપકડ કરી હતી. હાલમાં તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. એટીએસની 3 ટીમો હજી કાનપુરમાં છે. એટીએસની ટીમ કાનપુરથી લખનઉ પણ કેટલાક દસ્તાવેજો લાવી છે.

નોંધનીય છે કે ઈન્ડિયન મુજાહિદ્દીન, હુજી અને ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયાના આતંકીઓએ પણ પ્રેશર કૂકરનો ઉપયોગ કર્યો હતો. 23 નવેમ્બર 2007 ના રોજ લખનઉ, ફૈઝાબાદ અને વારાણસીમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. આ બધામાં ટિફિન બોમ્બનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે પ્રેશર કૂકર બોમ્બની તલા પર તૈયાર કરવામાં આવતા હતા. આ વિસ્ફોટો ઈન્ડિયન મુજાહિદ્દીન અને હુજીના આતંકીઓએ ભેગા મળીને કર્યા હતા.

લખનઉમાં આતંકવાદીઓ ઝડપાયા બાદ વારાણસીમાં હાઈએલર્ટ જાહેર કરાયું છે. કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેન્ડ, ઘાટ અને જાહેર સ્થળોએ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસીની મુલાકાત 15 જુલાઈએ છે. વડા પ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને, દરેક ખૂણા પર કડકકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *