રામ નવમીના શુભ પર્વે જાણો શુભ મુહૂર્ત,પૂજાની વિધિ અને તેમનું મહત્વ

આવતી કાલે ચૈત્ર વદ નોમના રોજ દેશભરમાં રામનવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે 21 એપ્રિલ એટલે કે આવતી કાલે રામનવમીની ઉજવણી ખુબ જ…

આવતી કાલે ચૈત્ર વદ નોમના રોજ દેશભરમાં રામનવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે 21 એપ્રિલ એટલે કે આવતી કાલે રામનવમીની ઉજવણી ખુબ જ જોશ ઉલાસ્સથી કરવામાં આવશે. આ દિવસે જ ભગવાન શ્રી રામે રાજા દશરથના ઘરે જન્મ લીધો હતો. તેમનો જન્મ ચૈત્ર વદ નોમના રોજ થયો હતો. આ દિવસે ભગવાન રામના વ્રત,ઉપાસના, હવન અને કન્યા પૂજનનો મહિમા છે. આજે અમે તમને આ દિવસે કરવામાં આવતા  વ્રતનું શુભ મહુર્ત, પૂજા, નિયમ અને ધાર્મિક મહત્વ જણાવીશું.

રામ નવમીના શુભ મુહૂર્ત:-

નવમી તિથિ પ્રારંભ: 21 એપ્રિલ 2021ના રોજ રાત્રે 12:43 વાગ્યાથી

નવમી તિથિ સમાપ્ત: 22 એપ્રિલ 2021ના રોજ 12:35 વાગ્યા સુધી

પૂજા મુહૂર્ત: સવારે 11:02 થી બપોરે 01:38 વાગ્યા સુધી

પૂજાનો કુલ સમય: 2 કલાક અને 36 મિનિટ

રામનવમી મધ્યાહન સમય: બપોરે 12:20 વાગ્યે

રામાયણનો પાઠ:-
રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની આરાધના કરવામાં આવે છે. શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિઓને ગંગાજળથી સ્નાન કરાવવામાં આવે છે. સાથે જ શ્રી રામ ભગવાનની મૂર્તિને હિચકે ઝુલાવવામાં આવે છે. આ દિવસે રામભક્ત રામાયણનો પાઠ કરે છે. આ દિવસે રામભક્તો ઝાંખીઓ પણ કાઢે છે.

જાણો રામ નવમીનું અનેરું મહત્વ:-
ભગવાન શ્રી રામનો જન્મ ત્રેતાયુગમાં ચૈત્ર વદ નોમના રોજ થયો હતો. શ્રી રામનો જન્મ અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યાના પુત્રના રૂપમાં થયો હતો. ભગવાન રામ એ ભગવાન વિષ્ણુના અવતાર છે. ભગવાન રામે પોતાના જીવનના માધ્યમથી ઉચ્ચ આદર્શો સ્થાપિત કર્યા છે.

કેવી રીતે કરશો રામ નવમી વ્રત અને પૂજા વિધિ:-
રામ નવમીના રોજ સવારે સ્વચ્છ પાણીએ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા જોઈએ. પૂજાના સ્થળ પર શ્રીરામની મૂર્તિને સ્થાપિત કરો. હવે રામ નવમીના દિવસે રામ નવમીના વ્રતનો સંકલ્પ લો. ત્યાર પછી ભગવાન રામનો ગંગાજળથી અભિષેક કરો. ત્યાર બાદ ચોખા, ચંદન, ધૂપ વગેરેથી ભગવાન શ્રી રામની પૂજા કરો. તેમની મૂર્તિને તુલસીનું પાન,કમળનું ફૂલ અને મોસંબીનું ફળ ચઢાવો. હવે રામ ચરિત માનસ, રામાયણ અને રામરક્ષાસ્ત્રોતનો મુખપાઠ કરો. ત્યારબાદ ભગવાન રામની આરતી કરો.

પૂજા દરમિયાન શ્રી રામની પ્રતિમાને હિચકામાં ઝૂલાવો. પૂજાના પૂર્ણ થયા બાદ ભક્તોને પ્રસાદ આપો. બ્રાહ્મણને દાન અને દક્ષિણા આપો.રામ નવમીનું વ્રત રાખતા લોકો દિવસભર ફળ ખાઓ, સંજોગો અનુસાર શુભ મહુર્ત દરમિયાન ભગવાન રામની રથયાત્રા કાઢો. સાંજે ભગવાન શ્રી રામના ભજન-કીર્તન કરો. ત્યાર પછીના દિવસે દશમના રોજ સવારે સ્નાન કરી ભગવાનની પૂજા કરો અને પારણા કરી વ્રતને સમાપન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *