દેશના 14મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) નો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. હવે દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) એ દેશના ૧૫ માં રાષ્ટ્રપતિ પદ માટે શપથ લીધા છે. પદ છોડ્યા બાદ રામનાથ કોવિંદના નિવાસસ્થાન અને તેમને મળતી સુવિધાઓમાં ફેરફાર થશે. લોકોમાં ઉત્સુકતા છે કે રાષ્ટ્રપતિ ભવન બાદ હવે તેમનું નિવાસ સ્થાન ક્યાં હશે. તેમને કઈ સુવિધાઓ મળશે? રામનાથ કોવિંદને હવે રાષ્ટ્રપતિ ઈમોલ્યુમેન્ટ એક્ટ 1951 હેઠળ સુવિધાઓ આપવામાં આવશે.
માહિતી અનુસાર, નિવૃત્તિ પછી તેઓ લુટિયન્સ દિલ્હીના સૌથી મોટા બંગલાઓમાંથી એક, 12 જનપથમાં રહેશે, પરંતુ હજી સુધી તે તેમના નામે ફાળવવામાં આવ્યો નથી. આ બંગલામાં રામવિલાસ પાસવાન રહેતા હતા. 10 જનપથમાં રહેતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રામનાથ કોવિંદના નવા પાડોશી બનશે. તેમને દર મહિને 1.5 લાખ રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવશે. આવો જાણીએ રામનાથ કોવિંદને નિવૃત્તિ બાદ શું સુવિધાઓ આપવામાં આવશે.
– દોઢ લાખ રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે. તે જ સમયે, તેમની પત્નીને 30,000 રૂપિયાની માસિક સચિવ સહાય મળશે.
– પૂર્વ રાષ્ટ્રપતિ તેમની ઓફિસ માટે દર વર્ષે 60 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે.
– ઓછામાં ઓછા 8 રૂમનું સરકારી આવાસ આપવામાં આવશે. રાષ્ટ્રપતિને ફાળવવામાં આવેલા આ સંપૂર્ણ ફર્નિશ્ડ બંગલા (ટાઈપ VIII)નું ભાડું સરકાર ભોગવશે.
– 2 લેન્ડલાઈન, 1 મોબાઈલ, બ્રોડબેન્ડ અને 1 ઈન્ટરનેટ કનેક્શન આપવામાં આવશે. આ ઉપરાંત ભારતના પૂર્વ રાષ્ટ્રપતિને મફત પાણી અને વીજળી આપવામાં આવશે.
– સરકારી કાર અને ડ્રાઈવર પણ આપવામાં આવશે. કારના પેટ્રોલનો ખર્ચ અને ડ્રાઈવરનો પગાર સરકાર ચૂકવશે.
– પૂર્વ રાષ્ટ્રપતિને આજીવન ફ્રી મેડિકલ સુવિધા આપવામાં આવશે. આ સિવાય તે એક વ્યક્તિ સાથે ભારતમાં ફર્સ્ટ ક્લાસ ટિકિટ દ્વારા ફ્રી ટ્રેન અને એર મુસાફરી કરી શકશે. ભારતમાં મુસાફરી કરતી વખતે તમામ સુવિધાઓ સાથેનું એક મફત વાહન આપવામાં આવશે.
– બે સચિવો અને દિલ્હી પોલીસની સુરક્ષા આપવામાં આવશે. આ સિવાય તેમને પાંચ લોકોનો પર્સનલ સ્ટાફ પણ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.