આજે પણ સૌરાષ્ટ્રની ધરતી ઉપર જેના પરચાઓ દેખાય છે તેવા રાંદલ માતાનો ઇતિહાસ -જાણો અહીં

દેવી રાંદલ માતાજીનો ઇતિહાસ ખુબ જ ચમત્કારિક છે. કોઈપણ શુભ પ્રસંગે રાંદલ માતાજીને તેડાવવાની વિધિ આજે પણ ખુબ જ ધામધૂમથી ઉજવાય છે. રાંદલ માતાજી દડવા ગામમાં બેજોડ સ્વરૂપે બિરાજેલા છે. આજે પણ અહીંયા માતાજીના પરચાઓ જોવા મળે છે. આ ગામમાંથી ભક્તો માતાજીના દર્શને આવે છે અને માતાજી પોતાના ભક્તોના દુઃખ દૂર કરતા હોવાના પુરાવા પણ મળે છે.

વર્ષો પહેલા એકવાર સૌરાષ્ટ્રના ગામમાં દુકાળ પડ્યો હતો. માલધારીઓ તેનાથી રક્ષણ મેળવવા માટે ટીમ્બામાં વસવાટ કરવા ગયા હતા ત્યારે એક નાની બાળકી ગામમાં પ્રવેશી હતી અને તેમના પગલે ચમત્કારો થવા લાગ્યો હતો. અપંગ, આંધળા અને કોઢથી પીડાતા લોકો સાજા થવા લાગ્યા હતા. પરંતુ તે છતાં કોઈ તેમને ઓળખી નથી શકતું, એ સાક્ષાત મા રાંદલ હતા.

માતાજી તેમની ઓળખ થઇ શકે તે માટે કોઈ અનન્ય લીલા ગ્રામજનો સમક્ષ રજુ કરવાનું નક્કી કરી છે. માતાજી માલધારીઓ પાસેથી દૂધ અને ઘી લઈને બાજુના ધૂતારપુર ગામમાં જાય છે. જ્યાં રાજાના સૈનિકોએ 16 વર્ષની કન્યાની સુંદરતા જોઈને અંજાઈ જાય છે. આ વાત તેઓ રાજાને કરે છે અને રાજા પોતે જ માલધારીઓ પાસેએ કન્યાને જોવા માટે જાય છે.

રાજા તે સુંદર કન્યાને જોતા જ મોહિત થઇ ગયા હતા અને તેને પોતાની સાથે લઇ જવા માટે માલધારીઓ ઉપર ત્રાસ ગુજારવા લાગ્યા હતા. આ દૃશ્ય જોઈને માતાજી ક્રોધિત થઇ ગયા અને પોતાની પાસે રહેલા વાછરડાને રૌદ્ર રૂપ ધારણ કરાવી રાજાની સેનાનો નાશ કરી નાખે છે. જે જોઈને ગ્રામવાસીઓ ખુશ થાય છે અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવે છે. ત્યારથી આ ગામને દડવા નામે ઓળખવામાં આવે છે.

આ ઉપરાંત માતાજી ગ્રામજનોને વચન આપે છે કે, જે પણ ભક્ત તેમની સાચાં તન મનથી પ્રાર્થના કરશે, સેવા કરશે તેના તમામ દુઃખો માતાજી દૂર કરશે. અને જેના પ્રતાપે આજે દડવા ગામનું મહત્વ ખુબ જ છે. માતાજીના દર્શન માટે દૂર દૂરથી ભક્તો અહિયાં આવે છે અને માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *