લગ્નની ખુશીમાં છવાયા માતમના કાળા વાદળો… એક જ પરિવારની ત્રણ બહેનો થઇ વિધવા, બે દીકરીઓ…

સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે એક એવા અક્સ્માતની ઘટના સામે આવી છે કે, જેમાં 3 બહેનો એક સાથે વિધવા થયી ગયી છે.…

સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે એક એવા અક્સ્માતની ઘટના સામે આવી છે કે, જેમાં 3 બહેનો એક સાથે વિધવા થયી ગયી છે. આ ધ્રુજાવી દેનાર ઘટના શુક્રવારના રોજ મોડી સાંજે બની હતી. આ અકસ્માતની ઘટનામાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધો હતો, અને અન્ય 4 લોકોને ગંભીર રીતે ઇજા પહોચી હતી. આ ભયંકર અકસ્માતની ઘટનામાં ત્રણ બહેનોએ પોતાના પતિ પરમેશ્વ ગુમાવ્યા છે.

આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના રાજસ્થાનના સરદાર શહેર જિલ્લાના રતનગઢ રોડ પર આવેલા રાણસર ગામમાં 9:30 વાગ્યાની આસપાસ બની હતી. અહીં એક બોલેરો કાર અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ હાઈવે પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.

અકસ્માતની ઘટના બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યાં ભેગા થયેલા લોકોએ તે લોકોને બચવાની કામગીરીમાં લાગી ગયા હતા. ત્યારબાદ આ ઘટના અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી, અને ઘટનાની પરીસ્થિતિ સમજી પોલીસ પણ ત્યાં પોતાની ટીમ લઈ ને પોહચી ગયી. પોલીસના જણાવ્યા મુજબ, લાલચંદ અને હરિ નામના બે ભાઈઓના લગ્ન ગુરુવારના રોજ થયા હતા.

લગ્ન પછીની વિધિઓં કરવા માટે તેઓ જીવનદેસર જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં સામેથી આવતા ટ્રેલરે તેમની બોલેરો કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટનામાં વરરાજાના કાકા અને વરરાજાના ત્રણ જીજાજીનું મોત થયું હતું. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા 29 વર્ષીય કાકા ગીરધારી લાલ જાટ, 36 વર્ષીય જીજાજી તારાચંદ, 30 વર્ષીય જીજાજી રુધારામ અને 32 વર્ષે જીજાજી સીતારામનું મૃત્યુ થયું હતું.

પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા રુધારામ અને સીતારામ બંને સગા ભાઈઓ છે. જીજાજી સીતારામના મૃત્યુના કારણે બે દીકરાઓ અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

આ અકસ્માતની ઘટનામાં વરરાજો લાલચંદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, હાલમાં તેની હાલત નાજુક છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ, પોલીસ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *