સોશિયલ મીડિયામાં અશ્લીલતા ફેલાવતા રણવીર અલ્લ્હાબાદિયા અને અપૂર્વાને મહારાષ્ટ્ર પોલીસે આંખે પાણી લાવી દીધા!

Ranveer Allahabadia controversy:  સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર અપૂર્વ મુખિજા ઉર્ફે ‘ધ રેબેલ કિડ’ આજે, 12 ફેબ્રુઆરીના રોજ મુંબઈના ખાર પોલીસ સ્ટેશન પહોંચ્યા (Ranveer Allahabadia controversy) હતા. ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં યુટ્યુબર-સોશિયલ મીડિયા પ્રભાવક રણવીર અલ્હાબાદિયા દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના સંદર્ભમાં તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે.

‘ધ રેબેલ કિડ’ તરીકે ઓળખાતી અપૂર્વ મુખિજા બુધવારે તેના વકીલ સાથે મુંબઈના ખાર પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં તેને ફરીથી તેનું નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવી છે. આ મામલો ચાલી રહેલા ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ સાથે જોડાયેલો છે, અધિકારીઓ આ મામલાની વધુ તપાસ કરી રહ્યા છે.

અપૂર્વા પણ ગયા મંગળવારે એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ ખાર પોલીસ સ્ટેશન પહોંચી હતી. ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોનું શૂટિંગ જે સ્ટુડિયોમાં થયું છે તે ખાર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવે છે. તમને જણાવી દઈએ કે, અપૂર્વ મુખિજા કોમેડિયન સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના પેનલ પર હાજર હતા, જ્યાં પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાએ એક અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના કારણે ઘણો વિવાદ થયો છે. તેમનું નામ પણ FIRમાં છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે મુંબઈ પોલીસે ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ કેસમાં રણવીર અલ્હાબાદિયા, સમય રૈના સહિત 5 લોકોને સમન્સ પાઠવ્યા હતા. સમન્સ મળ્યા બાદ, 5 પોલીસ અધિકારીઓની એક ટીમ મુંબઈના વર્સોવામાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાના ઘરની બહાર પહોંચી હતી. રણવીરના ઘરની બહારથી કેટલાક ફૂટેજ સામે આવ્યા છે. તે જ સમયે, થોડા સમય પછી પોલીસ ટીમ બીયર બાયસેપ્સના ઘરમાંથી બહાર આવતી જોવા મળી.

અશ્લીલતા ફેલાવવામાં સાથ આપવામાં એવા લોકો પણ શામેલ…!
જે ટિકિટ સોલ્ડ આઉટ બતાવે છે તેના પરથી એક વાત સાબિત થાય છે, આજના સમયમાં લોકોને પણ આવી અશ્લીલતા જોવામાં જ વધુ રસ છે. હમણાં જો સારું જ્ઞાન પીરસાવવામાં આવતું હશે તો ત્યા કોઈ એટલો રસ નહીં દાખવે, જેટલો રસ અત્યારે આ ટિકિટમાં બતાવવામાં આવ્યો છે અને આપણી વચ્ચે રહેતા એવા લોકો કે જેમને અશ્લીલ જોવું છે જો કે બધા લોકો એવા હોતા પણ નથી પણ અમુક એવા લોકો છે જે આવા અશ્લીલતા ફેલાવનારને પ્રોત્સાહન આપે છે. આ લોકોને અહિયાંથી જ અટકાવવા જોઈએ. જો આ અશ્લીલતા ફેલાવનારને નહીં અટકાવવામાં આવે તો આવનારી પેઢીનું ભવિષ્ય અંધકારમય બની જશે.