વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 16મી સપ્ટેમ્બરે ગુજરાતને રેપિડ રેલની ભેટ આપી છે. આજે PM મોદીએ અમદાવાદ અને ભુજ વચ્ચે ‘નમો ભારત રેપિડ રેલ’ને (Namo Bharat Rapid Rail) લીલી ઝંડી બતાવી હતી. હવે ગુજરાતમાં રેલ, રોડ અને મેટ્રો સહિત નમો ભારત રેપિડ રેલ સેવા પણ શરૂ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે નમો ભારત રેપિડ રેલ સવારે 5:05 વાગ્યે ભુજથી તેની મુસાફરી શરૂ કરશે અને તે જ દિવસે સવારે 10:50 વાગ્યે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ આ મેટ્રો અમદાવાદથી સાંજે 5:30 કલાકે પરત ફરશે અને 11:10 કલાકે ભુજ પહોંચશે. નમો ભારત રેપિડ રેલ તેની મુસાફરીમાં 9 સ્ટેશનો પર રોકાશે. દરેક સ્ટેશન પર આ ટ્રેનનું સ્ટોપેજ સરેરાશ બે મિનિટનું હશે. આ ભારત મેટ્રો ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે.
નમો ભારત રેપિડ રેલનું નામ અગાઉ વંદે ભારત મેટ્રો (Vande Bharat Metro) હતું. જોકે, બાદમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હાલમાં નમો ભારત રેપિડ રેલ (Namo Bharat Rapid Rail) અમદાવાદ અને ભુજ વચ્ચે દોડશે. અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ 5 કલાક 45 મિનિટમાં 360 કિલોમીટરનું અંતર કાપશે, નવ સ્ટેશનો પર અટકશે, જ્યારે તેની મહત્તમ ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાક હશે.
આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખીયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચંડોલિયા અને સાબરમતી સહિતના વિવિધ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે. ટ્રેન નંબર 94802 રવિવારે નહીં ચાલે, જ્યારે ટ્રેન નંબર 94801 શનિવારે દોડશે નહીં. તમને જણાવી દઈએ કે ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ, ટ્રેન નંબર 94802, ભુજથી સવારે 5:05 વાગ્યે ઉપડશે અને સવારે 10:50 વાગ્યે અમદાવાદ પહોંચશે, આ મુસાફરીમાં 5 કલાક 45 મિનિટનો સમય લાગશે. તે જ દિવસે સાંજે ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ અમદાવાદથી સાંજે 5:30 વાગ્યે ઉપડશે અને 5 કલાક 40 મિનિટનો સમય લઈને 11:10 વાગ્યે ભુજ પહોંચશે.
નમો ભારત રેપિડ રેલ માટે લઘુત્તમ ભાડાની રકમ 30 રૂપિયા હશે, જેમાં GSTનો સમાવેશ થાય છે. આના પર સુપરફાસ્ટ સરચાર્જ, રિઝર્વેશન ચાર્જ, GST પણ ચૂકવવો પડશે. જો તમે આમાં 50 કિલોમીટરની મુસાફરી કરો છો, તો તમારે 60 રૂપિયા ઉપરાંત GST અને અન્ય લાગુ ચાર્જ ચૂકવવા પડશે. આની ઉપર, બેઝિક ભાડામાં દરેક કિલોમીટર માટે 1.20 રૂપિયાનો વધારો થશે. 12 કોચવાળી આ નમો ભારત રેપિડ રેલમાં 1,150 મુસાફરો માટે બેઠક સુવિધા હશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App