સેકંડો યુવાનોના દિલમાં રાજ કરતી રશ્મિકાએ ગરીબ બાળકીઓ સાથે કરી એવી હરકત કે, ચાહકો ન કહેવાનું કહેવા લાગ્યા! જુઓ વિડીયો

અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna) ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ (Pushpa: The Rise) આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રશ્મિકા અલ્લુ અર્જુન (Allu Arjun) સહીત ઘણા સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. બંનેની કેમેસ્ટ્રી લોકોને ખુબ પસંદ આવી હતી. રશ્મિકા સોમવારના રોજ મુંબઈમાં સ્પોટ થઈ હતી. જેનો એક વીડિયોસોશિયલ મીડિયા અને  ઈન્ટરનેટ પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એવી ઘટના બની કે, સેકડો ચાહકો ધરાવતી રશ્મિકાને એકપછી એક લોકો ટ્રોલ કરવા લાગ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે રશ્મિકા મુંબઈની એક રેસ્ટોરન્ટમાંથી બહાર આવે છે ત્યારે કેટલાક ગરીબ બાળકો રશ્મિકાને ઘેરી લે છે. તેને પૈસાની જરૂર હોય છે, તેની રશ્મિકા પાસેથી જમવા પૈસા માંગે છે. જોકે રશ્મિકા આ બાળકો ઉપર બહુ ધ્યાન આપતી નથી. અને ફોટો પડાવવા કેમેરામેને પોઝ આપતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

એક છોકરી રશ્મિકા દીદીને પૂછે છે કે, પુષ્પા તમારી ફિલ્મ છે ને! ત્યાં બીજી છોકરી આવીને કહે છે કે, ‘મને ભૂખ લાગી છે, દીદી પૈસા આપો!’ જો કે, રશ્મિકા છોકરીઓને પૈસા આપતી નથી અને ત્યાંથી જતી રહે છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં, રસમિતા ના ચાહકો નિરાશ થયા હતા. સાથોસાથ કેટલાય લોકોએ કોમેન્ટ કરી હતી કે, આજે થયું એ યોગ્ય નથી થયું. કરોડો રૂપિયા કમાય છે, તો બાળકોની મદદ કરવી જોઈતી હતી. જો એક ટકનું જમાવી દીધું હોત, તો શું લુટાઇ જાત. ભાતભાતની કોમેન્ટ કરી લોકોએ રશ્મિકાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. એક ચાહકે લખ્યુ, ‘આ લોકો પૈસાથી અમીર છે પરંતુ દિલથી હજુ પણ ખૂબ ગરીબ છે.’ તો કોઈએ લખ્યું, ‘ગરીબ બાળકોને જમાડી દીધું હોત તો?’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *