Ratan Tata Sell This Company After 70 Years: ટાટા ગ્રુપ તરફથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર બજારમાં વધતી સ્પર્ધા અને વિસ્તરણમાં આવતા ચેલેન્જને ધ્યાનમાં રાખીને ટાટા ગ્રુપ તેની હોમ એપ્લાયન્સ કંપની વોલ્ટાસ લિમિટેડને વેચવાનો પ્લાન બનાવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, ટાટા ગ્રૂપનું મેનેજમેન્ટ(Ratan Tata Sell This Company After 70 Years) આ કંપનીના વેચાણ પર વિચાર-વિમર્શ કરી રહ્યું છે.આ બધા વચ્ચે એવા પણ સમાચાર આવ્યા છે કે આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલમાં એવો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે કે, જોઈન્ટ વેંચરવાળી આર્સેલિક એએસને આ ડીલમાં સામેલ કરવી કે નહીં.
કંપનીની કિંમત 27 હજાર કરોડ રૂપિયા
અત્યારે સમગ્ર વાતચીત પ્રાથમિક તબક્કામાં છે. ટાટા ગ્રૂપ લાંબા ગાળા માટે સંપત્તિને પોતાની પાસે રાખવાનું પણ નક્કી કરી રહ્યું છે. આ સમગ્ર મામલે ટાટા ગ્રુપ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. ચાલુ વર્ષમાં કંપનીના શેરમાં 3.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીનું માર્કેટ કેપ લગભગ 27 હજાર કરોડ રૂપિયા છે. 1954માં સ્થપાયેલ વોલ્ટાસ એર કંડિશનર અને વોટર કૂલર્સ તેમજ કોમર્શિયલ રેફ્રિજરેશન યુનિટ્સનું ઉત્પાદન કરે છે. કંપની ભારત, મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકામાં હાજરી ધરાવે છે.
શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો
લાઈવ મિન્ટમાં પ્રકાશિત થયેલા ન્યૂઝ મુજબ, કંપનીના વેચાણ પર હાલમાં વિચારણા શરૂ કરી દેવામાં આવી રહી છે. હાલ તો આ વિચાર પ્રારંભિક તબક્કામાં છે. ટાટા ગ્રુપ દ્વારા લાંબા ગાળા માટે સંપત્તિ હોલ્ડ કરવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. ટાટા ગ્રૂપ દ્વારા કંપનીને વેચવાનો વિચાર આવ્યા પછી તેના શેરના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. કાલે એટલે કે મંગળવારે ટ્રેડિંગ સેશનના અંતે વોલ્ટાસ લિમિટેડનો શેર 13.60 રૂપિયા ઘટીને 813.80 પર બંધ જોવા મળ્યો હતો.
ટાટા ગ્રૂપે આ સમાચારને નકારી કાઢ્યા
આજના ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં શેર 827.90 રૂપિયા પર ખુલ્યો અને તે 829.20ની ઊંચી અને 811.70 રૂપિયાની નીચી સપાટીએ જોવા મળ્યો હતો. ત્યારપછી શેર ઘટીને 813.80 પર બંધ રહ્યો હતો. કંપનીના 52 વીક હાઈ લેવલની વાત કરીએ તો તે 933.50 છે અને લો લેવલ પર 737.60 રહ્યો છે. ટાટા ગ્રુપના પ્રતિનિધિ દ્વારા આ સમાચારને નકારવામાં આવી રહ્યા છે.
વોલ્ટોસ લિમિટેડ કંપની દ્રારા એર કંડિશનર, વોટર કૂલર અને કોમર્શિયલ રેફ્રિજરેશનનું પ્રોડકશન કરવામાં આવે છે. કંપનીની શરૂઆત વર્ષ 1954માં કરવામાં આવી હતી. ભારતની સાથે કંપની મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ અને આફ્રિકામાં પણ બિઝનેસ ઘણો વિસ્તરેલો છે. આ વર્ષે કંપનીના શેરમાં અંદાજે 3 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીનું માર્કેટ કેપ લગભગ $3.3 બિલિયન છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube