ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને ભક્તોમાં જોરદાર ઉત્સાહ, રથયાત્રાના રૂટ પર કડક બંદોબસ્ત, જુઓ Photos

Rathyatra 2023: લાખો ભક્તો જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા, તે મંગળ ઘડી આજે આખરે આવી પહોંચી છે. આજે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની…

Rathyatra 2023: લાખો ભક્તો જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા, તે મંગળ ઘડી આજે આખરે આવી પહોંચી છે. આજે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા(Rathyatra 2023) નીકળી ગયી છે. ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી ભક્તોને આશીર્વાદ આપવા નગરચર્યાએ નીકળી ગયા છે.

આ વખતની રથયાત્રા ખરા અર્થમાં અનેક રીતે ખાસ બની રહી છે. ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી એમ ત્રણેય નવા રથમાં બિરાજમાન થઇને નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રાને લઇને ભક્તોમાં અભૂતપૂર્વ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.

ભગવાન જગન્નાથજીની એક ઝલક મેળવવા ભક્તો આતૂર બની રહ્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને સમગ્ર રૂટ પર લોખંડી સુરક્ષાનો વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. થ્રી-ડી મેપિંગ અને ડ્રોન જેવી હાઇટેક ટેકનોલોજીના માધ્યમથી રથયાત્રા પર ચુસ્ત નજર રાખવામાં આવી રહી છે.

રથયાત્રા દરમિયાન 14 હાથી ભગવાનની પાલખીની આગેવાની કરી રહ્યા છે. આ પ્રસંગે ગજરાજોનો દબદબો જોવા મળ્યો હતો. શણગારેલા ગજરાજોની ઝાંખી જોવા લોકો ઉમટ્યા હતા. પરંપરા અનુસાર રથયાત્રામાં હાથીનું એક પારંપરિક મહત્વ માનવામા આવ્યું છે.

ટેકનોલોજીના આધારે થ્રિડી મેપિંગ દ્વારા રથયાત્રાનો ડેટા પણ તૈયાર કરાયો છે, જેથી ભવિષ્યમાં યોજાનારી રથયાત્રામાં પણ કેવું પ્લાનિંગ કરવું તે પોલીસ માટે સરળ બની રહેશે. થ્રીડી મેપિંગમાં પોલીસની વ્યવસ્થા, ધાબા પોઇન્ટ, ડીપ પોઇન્ટ, હોસ્પિટલ, એમ્બ્યુલન્સ તેમજ ફાયર વ્યવસ્થા અને પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓના પોઇન્ટ સહિતની તમામ માહિતી રાખવામાં આવી રહી છે.

સાથે જ મોબાઈલ સીસીટીવી કંટ્રોલ વ્હીકલ પણ રથયાત્રામાં તૈનાત રહેશે, જે અખાડા અને ટ્રકની વચ્ચે ચાલશે. આ વર્ષે સીસીટીવી કેમેરા બોડીવોર્ન કેમેરા અને ડ્રોનનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથો સાથ એન્ટી ડ્રોન ગનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *