હાલમાં રાજ્યમાં કોરોનાની ગતિ વધી રહી હોવાથી વહીવટીતંત્રે કોરોના નિયમોનું પાલન કરવાની કડકતા પણ વધારી છે. આ કડકતાનો ફાયદો ઉઠાવવાનો મોકો અસામાજિક તત્વો પણ નથી મુકતા. આ દરમિયાન આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જ્યાં એક મહિલા પોલીસની વર્દી પહેરીને રસ્તા પર નીકળતા માસ્ક પહેર્યા વગરના લોકો અને દુકાનદારો વિરુદ્ધ ગેરકાયદેસર રીતે વસુલી કરતા પકડી હતી.
જાણવા મળ્યું છે કે, કેટલાક પોલીસકર્મી આ વર્દી પહેરેલી મહિલાને પકડવા તેની પાછળ દોડવા લાગ્યા હતા. આ જોઈને બધાને આશ્ચર્ય થયો. પરંતુ જ્યારે આ બાબતનો ખુલાસો થયો, ત્યારે દરેકને વિચાર આવ્યો કે શું આવું પણ થઈ શકે છે?
મળતી માહિતી મુજબ, એક મહિલા પોલીસકર્મી માસ્ક નહિ પહેરેલા લોકોના ચલણ કાપી રહી હતી. જે લોકોએ માસ્ક પહેર્યું ન હતું પોલીસકર્મી તેની પાસેથી 500 રૂપિયા લઈને રસીદ આપી રહી હતી. જેમની પાસે 500 રૂપિયા નહોતા, તે લોકો પાસેથી 100 રૂપિયા લઇને તેમને રસીદ આપ્યા વગર જ જવા દેતી હતી. આ અંગે કેટલાક લોકોએ પોલીસને જાણ કરી હતી, જ્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને મહિલાની પૂછપરછ કરી ત્યારે તે નકલી પોલીસ કર્મચારી હોવાનું બહાર આવ્યું હતું.
મહિલાએ પોલીસની વર્દી પહેરીને લોકોને ઝડપી પાડતા જોઈને પહેલા લાગ્યું કે, આ મહિલા ખરેખર એક પોલીસકારમી છે અને જેઓ માસ્ક નથી પહેરતા તેમની સામે કાર્યવાહી કરી રહી છે. પરંતુ જ્યારે પોલીસકર્મીએ મહિલાનો યુનિફોર્મ જોયો ત્યારે તેમને શંકા ગઈ હતી.
કારણ કે, મહિલાએ જે વર્દી પહેરી હતી તેમાં લાગેલા સિતારા SIની વર્દી પર લગાવવામાં આવતા હોય છે, આ ઉપરાંત નેમ પ્લેટ પર ફક્ત નામ જ લખેલું હતું, તેની પોસ્ટ લખી ન હતી. પોલીસ કર્મચારીઓએ જ્યારે મહિલાની પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનું નામ નિકિતા ખેતરા જણાવ્યું અને અને કહ્યું કે, તે જાવરા પોલીસ સ્ટેશનમાં પોસ્ટ છે. પોલીસે જાવરા પોલીસ મથકમાં મહિલા વિશે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, જાવારા પોલીસ સ્ટેશનમાં આવી કોઈ મહિલા પોલીસ કર્મચારીની પોસ્ટ નથી. આ સમગ્ર કિસ્સો રતલામમાંથી સામે આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.