તમારું ખાતું તો નથીને આ બેંકમાં…RBIએ પાંચ બેંકો પર ફટકાર્યો કરોડનો દંડ

RBI penalty on banks 2025: RBI ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2 મે, 2025ના રોજ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં પાંચ મોટી બેંકો પર કુલ ₹2.52 કરોડ0નો (RBI penalty on banks 2025) નાણાકીય દંડ ફટકાર્યો છે. આ બેંકોમાં ખાનગી અને સરકારી બેંકો બંનેનો સમાવેશ થાય છે. RBI દ્વારા આપવામાં આવેલા દંડનો મુખ્ય ઉદ્દેશ બેંકોની કામગીરીમાં નિયમભંગ અંગે સખત સંદેશ આપવાનો છે.

1. એક્સિસ બેંક – ₹29.60 લાખનો દંડ
RBIએ જાહેર કર્યું કે એક્સિસ બેંકે આંતરિક ખાતાઓ અને ઓફિસ ખાતાઓ સાથે સંકળાયેલી કામગીરીમાં નિયમોના ઉલ્લંઘન કર્યા હતા. ખાસ કરીને RBIના નિર્દેશો અનુસાર યોગ્ય રીતે કામગીરી ન કરવાની નોંધ થયા બાદ ₹29.60 લાખનો દંડ લાદવામાં આવ્યો.

2. ICICI બેંક – ₹97.80 લાખનો દંડ
ICICI બેંક પર સૌથી વધુ દંડ ફટકારાયો છે. બેંકે ‘સાયબર સુરક્ષા માળખું’, ‘KYC’, તેમજ ‘ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સના સંચાલન’ સંબંધિત નિયમોમાં ખામી રાખી હતી. આ દંડ ગ્રાહકોની માહિતી અને સુરક્ષાને લઇને લાગુ પડેલા નિયમોનું યોગ્ય પાલન ન થવાના કારણે લાદાયો.

3. બેંક ઓફ બરોડા – ₹61.40 લાખનો દંડ
બેંક ઓફ બરોડાને ગ્રાહક સેવા અને નાણાકીય સેવાઓમાં નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર કામગીરી ન કરવા બદલ દંડ ભરવો પડ્યો. RBI અનુસાર, કેટલીક સેવાઓમાં નિયમિતતા અને પારદર્શિતા ન હોવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું.

4. IDBI બેંક – ₹31.80 લાખનો દંડ
IDBI બેંકે કૃષિ ક્ષેત્ર માટેની “કિસાન ક્રેડિટ કાર્ડ” યોજના હેઠળ આપવામાં આવેલી લોન માટે લાગુ નીતિની અવગણના કરી હતી. ખાસ કરીને વ્યાજ સબસિડી સાથે સંકળાયેલ સૂચનાઓનું યોગ્ય રીતે પાલન ન થયું.

5. બેંક ઓફ મહારાષ્ટ્ર – ₹31.80 લાખનો દંડ
આ બેંકે પણ KYC (Know Your Customer) નિયમોમાં ખામી રાખી હતી. ગ્રાહકોની ઓળખ અને નોધણીની પ્રક્રિયામાં પાયાની ઉણપો જોવા મળતાં RBIએ દંડ ફટકાર્યો.

આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે RBI પોતાના નિયમો અને માર્ગદર્શિકાઓના પાલન અંગે ખૂબ જ કડક છે. ખાતાધારક તરીકે, જો તમારી પાસે આ બેંકોમાં ખાતું હોય તો તમે પણ તમારા ખાતાની સુરક્ષા અને નિયમિતતા અંગે જાગૃત રહો તે જરૂરી છે.