RTIમાં થયો ધડાકો: ચોકસી, રામદેવ, માલ્યા સહીતની 68000 કરોડથી વધુની લોન માફ- જુઓ આખી યાદી

ભારતીય રિઝર્વ બેંકે એક આરટીઆઇમાં સ્વીકાર કર્યો છે કે તેણે મુખ્ય 50 ડિફોલ્ટરો ના 68607 કરોડ રૂપિયાની મોટી રકમ ને માફ કરી છે. આ ડીપ્લોમાં…

ભારતીય રિઝર્વ બેંકે એક આરટીઆઇમાં સ્વીકાર કર્યો છે કે તેણે મુખ્ય 50 ડિફોલ્ટરો ના 68607 કરોડ રૂપિયાની મોટી રકમ ને માફ કરી છે. આ ડીપ્લોમાં ભાગી ચૂકેલા હીરા કારોબારી મેહુલ ચોકસી નું પણ નામ છે. એક આરટીઆઇ કાર્યકરે જણાવ્યું કે આ ઘટના કરજદારોના 16 ફેબ્રુઆરી ની લોન ના સ્થિતિના હિસાબથી છે.આરટીઆઈ કાર્યકર્તા નું કહેવું છે કે આ વર્ષે ૧૬મી ફેબ્રુઆરીએ સંસદમાં પૂછવામાં આવેલ તેના સંબંધિત સવાલનો સરકારે સ્પષ્ટ જવાબ ન આપ્યો હતો, જેના બાદ આરટીઆઈના માધ્યમથી આરબીઆઈ પાસે એનો જવાબ માંગ્યો.

મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સના રૂ .5,492 કરોડ જતા કર્યા છે.

બાબા રામદેવની રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝ – રૂ. 2,326 કરોડ

વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સ – રૂ. 1,943 કરોડ

જતીન મહેતાની વિન્સમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી – રૂ. 4,076 કરોડ

આરબીઆઇના જવાબ અનુસાર કરજની આ રકમ 30 સપ્ટેમ્બર 2019 ના આધાર પર છે જેને માફ કરવામાં આવી છે.આરબીઆઇએ સુપ્રીમ કોર્ટના નિર્ણય નો હવાલો દેતા વિદેશી કરજદાર વિશે જાણકારી આપવા માટે ના પાડી હતી પરંતુ આરબીઆઇની આ લિસ્ટમાં સૌથી ઉપર મેહુલ ચોકસી દ્વારા નિયંત્રિત કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડ અને તેની સહયોગી કંપની ઇન્ડિયા લિમિટેડ અને નક્ષત્ર બ્રાન્ડ લિમિટેડના નામ છે. આ કંપનીઓના સંયુક્ત રીતે લગભગ 8100 કરોડ રૂપિયા બાકી છે.લિસ્ટમાં સંદીપ ઝુનઝુનવાલા અને સંજય ઝુનઝુનવાલા અને ડાયરેક્ટરશિપ વાળી કંપની ના નામે છે જેના પર 4314 કરોડ રૂપિયા બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *