દેશમાં હાલ બધી બાજુ મંદીનું વાતાવરણ ચાલી રહ્યું છે.દેશની અર્થવ્યવસ્થા હાલ આઈસીયૂમાં હોય તેવું લાગી રહ્યું છે.રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બેંકોને વધુ પડકાર ઝીલવા તૈયાર રહેવાનું કહ્યું છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે હાલની આર્થિક સ્થિતિને કારણે બેંક સમક્ષ ઘણા પડકારો આવી શકે છે, ત્યારે તમામ બેંકે તેના માટે પૂરી તૈયારી સાથે તૈયાર રહેવાની જરૂર વર્તે છે. તેવી સલાહ આપી છે.
સાર્વજનિક ક્ષેત્રની બેંકના પ્રમુખો સાથે વાતચીત કરતા શક્તિકાંત દાસે વધુમાં ઉમેર્યું કે હાલ બેંકિંગ ક્ષેત્રમાં સુધારો આવી રહ્યો છે અને તે મજબૂત બની રહી છે. આરબીઆઈના ગવર્નરની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે જીડીપીના આંકડા છ વર્ષના સૌથી નીચે નોંધાયા છે. જીડીપીના આંકડાને જોતા આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષના આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડીને પાંચ ટકા કરી દીધું છે.
બેંકના પ્રમુખ સાથેની વાતચીતમાં શક્તિકાંત દાસે વ્યાજદરમાં આવેલા ઘટાડાને લોકો સુધી કઈ રીતે પહોચે તે અંગે પણ ચર્ચા કરી હતી. જો કે હાલમાં આરબીઆઈની બેઠક મળી હતી જે બાદ રેપો રેટમાં તેઓએ કોઈ ફેરફાર કર્યા ન હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.