ODI World Cup 2023: ICC વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે એટલે કે 5મી ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. આ પહેલા ભારતીય બેટ્સમેન ઋષભ પંત બકરીઓ ચરાવતો જોવા મળ્યો છે. રિષભ પંત તેની સાથે સેંકડો બકરીઓ ચરાવી રહ્યો છે. રિષભના હાથમાં લાકડી અને ગળામાં રૂમાલછે. બીસીસીઆઈએ પોતે આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.
BCCI દ્વારા જાહેર કરવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઋષભ સેંકડો બકરીઓ સાથે રસ્તાની વચ્ચે ઉભો છે. એટલામાં ત્યાંથી ક્રિકેટ ટીમની બસ આવે છે અને રિષભ બસને રોકે છે. ભારતીય બેટ્સમેન શુભમન ગિલ અને ઈશાન કિશન બસમાંથી નીચે ઉતર્યા. આ પછી પંત બંને ખેલાડીઓને ‘GOAT’ બનવાની સલાહ આપે છે. આ જોઈને ઈશાન ચોંકી જાય છે અને પૂછે છે કે બકરી કેવી રીતે અને કેમ બની. પછી ગિલ ઈશાનને સમજાવે છે અને કહે છે કે ‘GOAT’ એટલે ‘ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ’.
પંત બંને ખેલાડીઓને સલાહ આપે છે કે, જો તેઓ મેદાનમાં વહેલા પહોંચી જશે તો તેમને થોડી વધુ પ્રેક્ટિસ મળશે. તો જ વ્યક્તિ ‘GOAT’ બની શકે છે. આ પછી, વિડીયોના અંતમાં ઋષભ પણ બકરી જેવો અવાજ કરે છે… હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને આ વીડિયો ઘણો પસંદ આવ્યો છે. ફેન્સ વીડિયો પર શેર અને કોમેન્ટ કરી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube