ગુજરાત હાઇકોર્ટમાં 12 પાસ માટે બહાર પડી ભરતી, જાણો સમગ્ર પ્રોસેસ

Jobs in Gujarat High court: ગુજરાત હાઈકોર્ટમાં 80 થી વધુ જગ્યાઓ પર ડ્રાયવર માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ gujarathighcourt.nic.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.જેમાં રસ ધરાવતા ઉમેદવારો (Jobs in Gujarat High court) 16 મે 2025થી ભરતી શરૂ થઇ ગઈ છે અને છેલ્લી તારીખ 6 જૂન 2025 છે.

શૈક્ષણિક લાયકાત:
12મું પાસ
હળવા અથવા ભારે મોટર વાહન ચલાવવાનું લાઇસન્સ હોવું આવશ્યક છે.
વાહન મિકેનિકમાં કુશળતા ધરાવતાને પ્રાથમિકતા આપવામાં આવશે.
કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન જરૂરી.

ઉંમર મર્યાદા:
ન્યૂનતમ: 23 વર્ષ
મહત્તમ: 33 વર્ષ
અનામત શ્રેણીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
પગાર: 31,400રૂપિયા પ્રતિ માસ

પસંદગી પ્રક્રિયા:
કમ્પ્યુટર આધારિત કસોટી
ડ્રાઇવિંગ ટેસ્ટ

ફી:
સામાન્ય: 1000 રૂપિયા + બેંક ચાર્જ
SC, ST, OBC, ભૂતપૂર્વ સૈનિક: 500 + બેંક ચાર્જ

કેવી રીતે અરજી કરવી:
સત્તાવાર વેબસાઇટ gujarathighcourt.nic.in ની મુલાકાત લો.
ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરો.
નોંધણી લિંક પર ક્લિક કરીને નોંધણી કરો.
અન્ય વિગતો ભરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.
ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
તેનું પ્રિન્ટઆઉટ રાખો.