આ કંપનીનો સ્માર્ટફોન વાપરતા લોકો ચેતી જજો! લીધાના 10 જ દિવસમાં થયો બ્લાસ્ટ અને…

અત્યારે ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના સતત અહેવાલો આવી રહ્યા છે. પરંતુ, હવે મોબાઈલ બ્લાસ્ટના સમાચાર આવ્યા છે. જો કે, અગાઉ OnePlus Nord 2 સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાના અહેવાલ હતા. પરંતુ, હવે આમાં Redmi  નું નામ પણ સામેલ થઈ ગયું છે. ટ્વિટર પર એક યુઝરે આ અંગે દાવો કર્યો છે. વપરાશકર્તા દાવો કરે છે કે, તેનો નવો સ્માર્ટફોન Redmi Note 11 Pro Plus 5G 10 દિવસ સુધી ઉપયોગ કર્યા પછી જ વિસ્ફોટ થયો. તેણે ટ્વીટમાં કંપનીને ટેગ પણ કર્યું છે.

સુભાષ મકવાણા નામના યુઝરે ટ્વિટર પર આ અંગે ફરિયાદ કરી છે. ટ્વિટર યુઝર સુભાષે ફોન બ્લાસ્ટ થયો હોવાનો દાવો કરવાની સાથે અસરગ્રસ્ત ફોનના કેટલાક ફોટા શેર કર્યા છે. આમાં ફોન ખરાબ હાલતમાં જોઈ શકાય છે. સુભાષે જણાવ્યું કે, તેમનો ફોન ચાર્જમાં છે. જ્યારે તેને કંઈક બળતું લાગ્યું ત્યારે તેણે જઈને તપાસ કરી તો તેનો મોબાઈલ સળગી રહ્યો હતો. તેણે ચાર્જ દરમિયાન ફોન ગરમ થવાની વાત પણ કરી હતી.

Xiaomi દ્વારા આ વિશે કહેવામાં આવ્યું હતું કે, તે સતત ગ્રાહકના સંપર્કમાં છે. આ અંગે કોઈ નવી માહિતી આવતાની સાથે જ તેને અહીં પણ અપડેટ કરવામાં આવશે. ટ્વિટર પર સુભાષની પોસ્ટ પર લોકો ઘણી વાતો કરી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે તે શંકાસ્પદ લાગે છે કારણ કે ફોન ફક્ત ઉપરની બાજુથી જ વિસ્ફોટ થયો છે.

કંપનીએ આ અંગે નિવેદન આપ્યું છે. કંપનીએ કહ્યું છે કે, Redmi India માટે ગ્રાહકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેઓ આવી બાબતોને ખૂબ જ ગંભીરતાથી લે છે. માહિતી મળતાં જ તે ગ્રાહક સુધી પહોંચ્યો અને ટેકનિકલ તપાસ શરૂ કરી.

જેમાં બહારના કારણોસર નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે બેટરીમાં આગ લાગી હતી. આ કિસ્સામાં, તે ગ્રાહકના સંપર્કમાં છે અને કંપની દ્વારા ઉપકરણને બદલવાની ઓફર આપવામાં આવી છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તેઓ ગ્રાહકોને વિનંતી કરે છે કે ફોનની બેટરી સાથે છેડછાડ ન કરે. કંપની તેના ઉત્પાદનોની ગુણવત્તા સાથે બાંધછોડ કરતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *