રાહત : પાન-આધાર લિંકની અંતિમ તા. ૩૦ સપ્ટે.થી વધારી ૩૧ ડિસે. કરાઇ

આધાર સાથે પરમેનન્ટ એકાઉન્ટ નંબર(પાન) કાર્ડ લિંક કરવાની તારીખ વધુ એક વખત વધારવામાં આવી છે. હવે ૩૧ ડિસમ્બર સુધી આધાર સાથે પાન કાર્ડને લિંક આધાર…

આધાર સાથે પરમેનન્ટ એકાઉન્ટ નંબર(પાન) કાર્ડ લિંક કરવાની તારીખ વધુ એક વખત વધારવામાં આવી છે. હવે ૩૧ ડિસમ્બર સુધી આધાર સાથે પાન કાર્ડને લિંક આધાર કાર્ડ સાથે લીંક કરી શકાશે. અત્યાર સુધી આ તારીખ ૩૦ સપ્ટેમ્બર હતી.

ઇન્કમ ટેક્ષ વિભાગના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આધારની સાથે પાન લિંક કરવાની અંતિમ  તારીખ ૩૦ સપ્ટેમ્બરથી વધારી ૩૧ ડિસેમ્બર કરવામાં આવી છે.

આવકવેરાના સરળ વહીવટ માટે આધારની સાથે પાન લિંક કરવુ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કેન્દ્રની ફલેગશિપ આધાર યોજના બંધારણીય દ્રષ્ટિએ માન્ય છે અને આઇટી રિટર્ન ભરવા માટે તથા પાન મેળવવા માટે બાયોમેટ્રિક આઇડી ફરજિયાત રહેશે.

ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગની કલમ ૧૩૯ એએ(૨) અનુસાર એક જુલાઇ, ૨૦૧૭ના રોજ જે કોઇ વ્યકિત પાસે પાન છે અને તે આધાર મેળવવા માટે યોગ્ય છે તો તેણે પાન સાથે ફરજિયાતપણે આધાર લિંક કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *