Republic Day: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્તવ્યપથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, 21 તોપોની સલામી

Republic Day 2025 Live Updates: ભારતભરમાં આજે 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Droupadi Murmu) અને ચીફ ગેસ્ટ તરીકે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં ભાગ લીધો હતો. જ્યાં વિવિધ મંત્રાલયો અને વિવિધ રાજ્યોના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. આ દરમિયાન વાયુદળના રાફેલ, સુખોઈ જેવા વિમાનો અને હેલિકોપ્ટર દ્વારા માર્ચ પાસ્ટ કરીને શૌર્ય પ્રદર્શન કરાયું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
દેશની રાજધાની નવી દિલ્લીમાં ખુશનુમા વાતાવરણમાં શરુ થયેલી આજની ગણતંત્ર દિવસની પરેડનો વિધિવત પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), વરિષ્ઠ પદાધિકારીઓ અને ભારતીય સેનાના શીર્ષસ્થ અધિકારીઓ દ્વારા ‘રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક’ પર શહીદોને શ્રદ્ધાસુમન પાઠવવાની સાથે થયો હતો. સલામી મંચ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તિરંગાને સલામી આપ્યા બાદ ‘કર્તવ્ય પથ’ પરથી ગણતંત્ર દિવસની પરેડનો પ્રારંભ થયો હતો.

પીએમ મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી
પીએમ મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા. તેમની સાથે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અહીં પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. પીએમ મોદી અહીં બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન ત્રણેય સેનાના વડાઓ પણ હાજર જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ પાઠવી શુભકામના
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું આજે આપણે આપણા ભવ્ય ગણતંત્રની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ પ્રસંગે, આપણે તે બધા મહાન વ્યક્તિઓને સલામ કરીએ છીએ જેમણે આપણું બંધારણ બનાવીને, ખાતરી કરી કે આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવ અને એકતા. આધારિત બનો. તેમણે વધુમાં કહ્યું કે આશા છે કે આ રાષ્ટ્રીય તહેવાર આપણા બંધારણના મૂલ્યોનું જતન કરશે અને મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવા માટેના આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.