સુરત(Surat): શહેરમાં આમ આદમી પાર્ટી(AAP) દ્વારા અને લોકો દ્વારા સરકારી અધિકારીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સોસાયટીના લોકો દ્વારા માટલા ફોડીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતમાં વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર પાયલબેન પટેલ(Payal patel) અને ત્યાંના રહેવાસીઓ દ્વારા પાણીના પ્રેશર મુદ્દે ઉગ્ર વિરોધ(Fierce protests) નોંધાવવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ પટેલે જણાવતા કહ્યું છે કે, નારાયણ નગર સોસાયટીમાં છેલ્લા કેટલાય મહિનાઓ થી પાણીના પ્રેશરનો પ્રશ્ન છે વારંવાર અધિકારીઓ ને આ બાબતે જણાવવામાં આવે છે ત્યારે અધિકારી સોસાયટી માં ચેક કરવા આવે તે પહેલાં પાણી નું પ્રેશર સરખું થઈ જાય છે પરંતુ બીજા દિવસે હતું તેમ જ થઈ જાય છે ત્યારે શાસકો પર આ બાબતે શંકા ઉદભવે છે કે જ્યાં હું રહું છું એ જ સોસાયટી માં વારંવાર આ બાબતે પ્રશ્ન ઉદ્ભવે છે.
સાથે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે કહ્યું હતું કે, શાસકો ને જો અમારા સાથે લડવું હોય તો સામી છાતીએ લડે અમારા વિસ્તાર ના લોકો ને પરેશાન કરવાનું બંધ કરે. સોસાયટી ના લોકો સાથે રહીને આજે સોસાયટી ના ગેટ પર માટલા ફોડી ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં જો આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો હવે મોરચો લઈને પણ ઝોન ઓફિસ જવું પડશે તો જશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.