ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત(Rishabh Pant) કાર અકસ્માત(Accident)માં ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના બાદ મર્સિડીઝ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના શુક્રવારે એટલે કે આજરોજ વહેલી સવારે રૂરકીના ગુરુકુલ નરસન વિસ્તારમાં બની હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ને ફોન કરીને પંતને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. હવે રિષભ પંતને અહીંથી દેહરાદૂન મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે પંત દિલ્હીથી રૂરકી જઈ રહ્યા હતા. આ અકસ્માત બાદ રિષભ પંતનું મોટું નિવેદન આવ્યું છે. તેણે જણાવ્યું કે આ અકસ્માત કેવી રીતે થયો અને તે કેવી રીતે બચી ગયો. જો પંત કારમાંથી બહાર નીકળી શક્યા ન હોત અને થોડું પણ મોડું થયું હોત તો મોટી દુર્ઘટના ઘટી શકે તેમ હતી. કારણ કે ઘટના બાદ કારમાં વિકરાળ આગ લાગી હતી.
વિન્ડ સ્ક્રીન તોડીને પંત બહાર આવ્યો:
રિષભ પંતે જણાવ્યું કે તે પોતે કાર ચલાવી રહ્યો હતો. ડ્રાઇવિંગ કરતી વખતે તેને ઝોલું આવી ગયું હતું. આ જ કારણ હતું કે કાર ડિવાઈડર સાથે અથડાઈ અને મોટો અકસ્માત થયો. તેણે જણાવ્યું કે અકસ્માત બાદ તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો હતો.
રિષભ પંતને માથામાં ઈજા થઈ:
તબીબોના જણાવ્યા અનુસાર ઋષભ પંતના શરીરમાં કોઈ ગંભીર ઈજા નથી. તેને માથામાં ઈજા છે એટલે કે તેને માથામાં ઈજા થઈ છે. જમણા પગમાં ફ્રેક્ચર થવાની સંભાવના છે. હાલમાં પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. બાકીની ઇજાઓ તપાસ બાદ જ સાચી રીતે જાણી શકાશે.
પંતને NCAમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું:
રિષભ પંત સાથે કાર અકસ્માતના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે. પંતની હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોના ફોટા પણ જોઈ શકાય છે. કહેવાય છે કે કાર અકસ્માત બાદ ત્યાંના લોકોએ 108ની મદદથી ઋષભ પંતને રૂરકી સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. પહેલાથી જ અનફિટ ચાલી રહેલા પંતને BCCI દ્વારા બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.