ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર એમ.કે. જૈને મંગળવારે દેશના નાના ધંધાદારીઓ ને આપવામાં આવતી મુદ્રા લોનની રકમ પૂરેપૂરી વસૂલવામાં વધતી સમસ્યાને લઇને ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે બેંકોને કહ્યું છે કે આ યોજના હેઠળ આપવામાં આવતી લોન પર ખાસ નજર રાખે. પ્રધાનમંત્રીશ્રીએ 2015માં મુદ્રા લોન યોજના ની શરૂઆત કરી હતી. આ યોજનાનો હેતુ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વિસ્તાર કરવા માટે લોન પૂરી પાડવાનો હતો.
ડેપ્યુટી ગવર્નર દ્વારા ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંકના એક કાર્યક્રમમાં કહેવામાં આવ્યું કે,” મુદ્રા યોજના પર અમારી નજર છે. આ યોજના હેઠળ ઘણા બધા લાભાર્થીઓને ગરીબી રેખા ઉપર ઊઠવામાં મદદ મળી છે, તો ઘણા બધા લોન ધારકોના NPA વધતા ચિંતા પણ વધી છે.”
તેમણે બેંકને સલાહ આપી છે કે આ પ્રકારની લોન આપતી વખતે લોન લેનાર ના તમામ દસ્તાવેજોની યોગ્ય તપાસ કરવામાં આવે તેમજ લોન લેનાર વ્યક્તિ થી લોન ભરવા માટે સક્ષમ છે કે નહીં તેના પર પણ ખાસ નજર રાખવામાં આવે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ મોદી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ મુદ્રા યોજનામાં એક વર્ષની અંદર જ NPA બમણું થઇ ગયું છે. 31 માર્ચ 2018 સુધી મુદ્રા યોજના હેઠળ બેંકોનું એનપીએ 7,277.31 કરોડ હતું. જે 31 માર્ચ 2019 માં બમણું થઈને 16,481.45 કરોડ થઇ ચૂક્યું છે. એક વર્ષની અંદર જ 9,204.14 કરોડ રૂપિયા NPA વૃદ્ધિ થઈ છે.
NPA શું છે?
વ્યક્તિ બેન્કમાંથી લોન લે છે અને તે લોન ભરી શકવામાં અસફળ બનતા લોનની રકમ એનપીએમાં ગણાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.