ખેડૂત વિરોધી કાયદાઓને લઈને હવે કેન્દ્ર સરકારની મુશ્કેલી વધતી જાય છે. ખુદ એનડીએના સાથી પક્ષોએ ચીમકી આપી છે કે જો કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગણી પર ધ્યાન નહીં આપે અને નવા કૃષી બિલોને પરત નહીં લે તો અમે એનડીએ સાથે છેડો ફાડીશું.
આ અગાઉ પંજાબમાં અકાલીદળ પહેલાથી જ એનડીએથી અલગ થઇ ગયું છે હવે રાજસૃથાનમાં રાષ્ટ્રીય લોકતાંત્રીક પાર્ટી (આરએલપી)એ ચીમકી આપી છે કે અમે ગમે ત્યારે એનડીએ છોડી દઇશું.
RLP આરએલપીના વડા અને રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે ગૃહ પ્રધાન અમિત શાહને ટેગ કરીને ટ્વીટ કરીને જાહેરમાં માગણી કરી છે કે તાત્કાલીક ધોરણે નવા કૃષી કાયદાઓને પરત લેવામાં આવે.
હનુમાન બેનીવાલે સાથે સરકારને વિનંતી કરી છે કે તાત્કાલીક ધોરણે ખેડૂતોની સાથે વાતચીત કરવામાં આવે. હાલ દિલ્હીમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતું જાય છે એવામાં કેન્દ્ર સરકાર પણ ભીસમાં આવી રહી હોય તેમ મંત્રીઓ દ્વારા ફરી એક વખત બેઠક બોલાવવામાં આવી છે.
સાંસદ બેનીવાલે ટ્વિટ કરીને કહ્યું કે મિસ્ટર અમિત શાહ, હાલ સમગ્ર દેશમાં ખેડૂતો નવા કૃષી કાયદાથી નારાજ છે, એવામાં ખેડૂતોની લાગણી અને માગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલીક ધોરણે આ ત્રણેય કૃષી કાયદાઓને પરત લઇ લેવા જોઇએ અને તેનો અમલ અટકાવી દેવો જોઇએ. એટલુ જ નહીં બેનીવાલે માગણી કરી છે કે તાત્કાલીક ધોરણે સ્વામીનાથન કમિશનની જે પણ ભલામણો કૃષી અને ખેડૂતોને લઇને કરવામાં આવી છે તેનો અમલ કરવામાં આવે. વધુમાં બેનીવાલે કહ્યું છે કે આરએલપી એનડીએ સાથે જોડાયેલું છે પણ તેની તાકાત જવાનો અને ખેડૂતોથી આવે છે.
જો ખેડૂતોની માગણીઓ પર ધ્યાન ન આપવામાં આવ્યું તો અમારે એનડીએ સાથે રહેવું કે નહીં તે અંગે અમે ફરી વિચારીશું. બેનીવાલ અને તેમનો પક્ષ રાજસૃથાન, હરિયાણા અને અન્ય રાજ્યોના રાજ સમુદાયમાં બહુ જ પ્રખ્યાત છે.
જો આ પક્ષ એનડીએ સાથે છેડો ફાડે તો તેની સૌથી મોટી અસર રાજસ્થાન અને હરિયાણામાં ભાજપને થઇ શકે છે. બેનીવાલે સાથે એમ પણ કહ્યું કે જો પોલીસ અને પ્રશાસન ખેડૂતો પર દબાણ કરશે અને અત્યાચાર કરશે તો તેના વિરોધમાં સમગ્ર દેશમાં અમે વિરોધ પ્રદર્શનો કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle