જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના કઠુઆ(Kathua) જિલ્લામાં મોડી રાત્રે એક મોટો અકસ્માત(Accident) થયો હતો. જેમાં 5 લોકોના મોત(5 people died) થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલ થયેલા લોકોને પોલીસ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. 5 લોકોના મોત થતા પોલીસે મૃતદેહોના પંચનામા કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ સાથે તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે.
વાસ્તવમાં આ ઘટના જમ્મુ-કાશ્મીરના બિલ્લાવરના ધનુ પરોલ ગામમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે તેમને કૂગથી ડેની પેરોલ લઈ જતી એક મિની બસ લપસીને ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં પહેલા તો ચાર લોકોના મોત થયા હતા. પરંતુ પાંચમા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે. અન્ય 15 ઘાયલ છે, જેમને સારવાર માટે બિલ્લાવરની ઉપ-જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ બંતુ, હંસ રાજ, અજીત સિંહ, અમરુ અને કાકુ રામ તરીકે થઈ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે શુક્રવારે ઉત્તરાખંડના મસૂરી ધનોલ્ટી રોડ પર એક કાર બેકાબૂ થઈને ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ કારમાં ત્રણ લોકો હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને બચાવ્યા હતા. આ પછી બધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હિમવર્ષાના કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કારના દરવાજાને નુકસાન થતાં પોલીસે દરવાજો તોડીને યુવકોને બહાર કાઢ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.