હાઇવે પર ગોઝારા અક્સ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત- અક્સ્માત એટલો ભયંકર હતો કે…

આજકાલ અવારનવાર માર્ગ અકસ્માત સર્જાય રહ્યા છે તે દમિયાન ફરી એકવાર રાજસ્થાનના બુંદી-કોટા હાઈવે 52 (Bundi-Kota Highway 52) પર અકસ્માત સર્જાયો હતો. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, રાજસ્થાન (Rajasthan) ના બુંદી-કોટા હાઈવે 52 પર સ્થિત તાલેરા બાયપાસ પર બે અજાણ્યા વાહનો વચ્ચેની ટક્કરથી કારમાં સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત (Accident) એટલો ગંભીર હતો કે કાર બંને વાહનો વચ્ચે અથડાઈ હતી. જેના કારણે કાર ભાંગીને ભૂકો થઇ ગઈ હતી.

બુંદી (Bundi) જિલ્લાના તાલેડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ હાઈવે 52 તાલેરા બાયપાસ પર રોડ બનાવવાના કારણે કોટા તરફ જતી કાર એક તરફના અંજાન વાહન સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કાર સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો દર્દનાક હતો કે યુવાનને ભારે મુશ્કેલીથી કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હાઈવે પર કાર અકસ્માત બાદ જેણે પણ કારને રસ્તા પર જોઈ તેના રુવાંટા ઉભા થઈ ગયા. કાર કચરાની જેમ પડી હતી, અવારનવાર અકસ્માતો સર્જાતા વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બુંદી જિલ્લાના જયપુર-કોટા હાઈવે 52 પર સતત અકસ્માતો થઈ રહ્યા છે. આ બાબતે તાજેતરમાં પોલીસ અધિક્ષક દ્વારા બેઠક પણ બોલાવવામાં આવી હતી. જેમાં તમામ એન્જિનિયરો અને સ્ટેશન ઈન્ચાર્જ સહિત અધિકારીઓ સાથે સંભવિત અકસ્માતના સ્થળે ટ્રાફિક કેવી રીતે દૂર કરાવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી, નવા રોડ બનાવવાના કારણે સતત અકસ્માતો બની રહ્યા છે.

આ ઘટનાની માહિતી મળ્યા બાદ તાલેડા પોલીસ તાત્કાલિકપણે ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના મૃતદેહનો કબજો લઈને તેને શબઘરમાં રાખવામાં આવ્યો હતો. પોલીસે લાશની ઓળખ બુંદી વિકાસ નગરના રહેવાસી શિવમ અરોરા તરીકે કરી હતી. શિવમના પરિવારના લોકો છેલ્લા ઘણા સમયથી કોટા-બુંદી કી બાવડી પાસે પોતાનો બિઝનેસ ચલાવતા હતા. દરરોજની જેમ શિવમ કારમાં કોટા તરફ જઈ રહ્યો હતો, પરંતુ તાલેડા બાયપાસ પર બે વાહનો એટલા જોરથી અથડાયા કે કાર કચરો બની ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *