આજ રોજ મુખ્યમત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવતા કહ્યું હતું કે, અમદાવાદ સાયન્સ સીટી ગુજરાત સહીત સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. ગુજરાત રાજ્યના બાળકો અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યેની જીજ્ઞાસા ને વધુ પ્રબળ બનાવવા સરકાર કટિબદ્ધ છે. સાયન્સ સિટીમાં તૈયાર થનારા વિવિધ વિજ્ઞાન પયોગો એ તરફના જ પગલું છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવતા કહ્યું હતું કે, અમદાવાદ સાયન્સ સીટી માં ૨૫૦ કરોડના ખર્ચે બનનારી એક્વેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાયન્સ સિટી ખાતે નિર્માણાધિન એક્વેટિક ગેલેરીમાં અંડરવોટર વોક-વે ટનલની પણ મુલાકાત લીધી હતી. આ એક્વેટિક ગેલેરી રાજ્યના બાળકો અને યુવાનોની જિજ્ઞાસાને વધુ મજબુત બનાવશે તેવી આશા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કરી હતી. આ એક્વેટિક ગેલેરીમાં સમગ્ર દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોન માંથી અલગ પ્રકારની માછલીઓ અને અલગ અલગ પ્રજાતિની માછલીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્યમત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવતા કહ્યું છે કે, અમદાવાદના સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી બનવા જઇ રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ એક્વેટિક ગેલેરી નું આવનારા દિવસોમાં ઉદઘાટન કરાવીને રાજ્ય અને દેશના તમામ નાગરિકો માટે ખુલ્લી મુકવામાં આવશે. આ સાથે રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાાન કેન્દ્રો પણ બનાવવામાં આવશે અને સાથે કહ્યું હતું કે ગુજરાતનો વિકાસ વિરાસત આધુનિક વિજ્ઞાાનના પાયા પર થઇ રહ્યો છે. સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટી એક્વેટિક ગેલેરી તૈયાર થવા જઇ રહ્યું છે. તે આવનારા દિવસોમાં અનોખું આકર્ષણ બનશે અને તેનાથી રાજ્યના બાળકો અને યુવકો વિજ્ઞાાનની દૂનિયા વિશે જાણકારી મેળવી શકશે.
સાયન્સ સિટીના અદ્યતન પ્રકલ્પોના માધ્યમ દ્વારા રાજ્યના બાળકો વિજ્ઞાાનની દૂનિયામાં ઉતરે તે માટે રાજ્ય સરકારે આ તમામ પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યની ભવિષ્યની પેઢી વિજ્ઞાાન અને ટેક્નોલોજીના સહારે વિકાસ સાધી વિશ્વની બરાબરી કરવા સજ્જ બને તે માટે રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાાન કેન્દ્રો અને ચાર સ્થળોએ પ્રાદેશિક મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યા છે.
આ મુલાકાત દરમ્યાન મુખ્યમત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સાયન્સ સિટી ખાતે પ્રગતિમાં રહેલા કાર્યોની સર્વગ્રાહી માહિતી પણ મેળવી હતી. મુખ્યમંત્રીશ્રી એ આ ઉપરાંત સાયન્સ સીટી માં તૈયાર થઈ રહેલ નેચરપાર્કની પણ મુલાકાત લીધી હતી. સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના સચિવશ્રી હરિત શુક્લાએ સાયન્સ સિટીમાં તૈયાર થઇ રહેલ અને પ્રગતિમાં રહેલ મ્યુઝિકલ ફાઉન્ટેન, નવા થિયેટર, પ્લેનેટ અર્થ વિભાગ, એનર્જી પાર્ક, લાઈફ સાયન્સ વિભાગ અંગેની માહિતી મુખ્યમંત્રીશ્રીને આપી હતી.
મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત સમયે મુખ્ય સચિવ કે. કૈલાસનાથન, અમદાવાદ જિલ્લાના કલેકટર શ્રી સંદીપ સાગલે અને સાયન્સ સિટી ના ડાયરેક્ટર એવા શ્રી એસ.ડી.વોરા અને સાયન્સ સિટી ના અઘિકારીગણ પણ આ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.