અમદાવાદ(Ahmedabad): જિલ્લાના ધંધુકા(Dhandhuka murder case) શહેરમાં માલધારી(Maldhari) સમાજના યુવકની હત્યાના કેસમાં પોલીસે બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી ગૃહમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ ટ્વીટ કરીને આપી હતી. તેમણે કહ્યું હતું કે, “હું તેના પરિવારને ખાતરી આપું છું કે તેઓને જલ્દી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ અવિરતપણે કામ કરવામાં આવી રહ્યું છે,”
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હત્યાના વિરોધમાં ગઈકાલે ધંધુકા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના કારણે આજે સવારથી ધંધા-રોજગાર બંધ છે. સવારથી તમામ દુકાનો બંધ છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લાની એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટના બાદ ધંધુકાના પીઆઈ સીબી ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે. તેમની બદલીની જગ્યાએ સાણંદના પીઆઈ આર.જી.ખાંટને ધંધુકામાં કરવામાં આવી હતી.
ઘટનામાં સૌથી મોટો ખુલાસો:
ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં સૌથી મોટો વળાંક સામે આવ્યો છે. કિશન બોળિયાની હત્યામાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની સંડોવણી હોવાની વિગતો સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હથિયાર અમદાવાદના મૌલવીએ આપ્યા હતા અને ષડયંત્રના ભાગરૂપે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
મૌલવીએ હત્યા માટે રિવોલ્વર આપી:
આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવતા કહ્યું હતું કે, આ યુવકોની અંદર ટ્ટરપંથીપણાનું ઝેર ભરનારા મૌલવીની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. મૌલવીએ યુવકને એક રિવોલ્વર અને પાંચ કારતૂસ આપ્યા હતા અને આ રિવોલ્વરથી કિશનની હત્યા કરવામાં આવી હતી.
મૌલવીએ હત્યારાઓને કરી આર્થિક મદદ:
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મૌલવીએ હત્યારાઓ તેમજ અન્ય લોકોને આર્થિક મદદ કરી હતી. યુવકને મારવાના પ્રી પ્લાનની સાથે સાથે હત્યારાને મદદ કરવાનો પણ પ્રી પ્લાન હતો અને મૃતક યુવકની ટીપ પણ આપી હતી. આરોપીઓની પૂછપરછમાં બે મૌલવીઓ સામે આવ્યા છે, પરંતુ પોલીસ ચોક્કસ નામો બહાર આવતાં જ નામો જાહેર કરશે. હવે આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
હત્યારાઓને ઝડપી લેવા સાત ટીમો બનાવવામાં આવી:
ધંધુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપીએ આરોપીઓને શોધવા માટે સાત અલગ-અલગ ટીમો બનાવી હતી અને હત્યારાઓને શોધવા માટે પોલીસ ટીમ મોકલવામાં આવી હતી. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે અને આ ઘટનામાં વધુ ધરપકડ પણ થઇ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસમાં બાઇક અને વેપન વાપરવામાં આવ્યા હતા આ અંગે અમદાવાદની ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગામી સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે કરી મુલાકાત:
મૃતકના પરિવારને સાંત્વના આપતા કહ્યું કે અમે તમારી સાથે જ છીએ. કિશનના હત્યારા ઝડપાઈ ગયા છે. માત્ર હત્યારા જ નહીં પરંતુ તેની પાછળની તમામ શક્તિઓને લગાડી દેવામાં આવી છે. અલગ-અલગ એંગલથી જેટલા પણ સંડોવાયેલા છે તેની ધરપકડ કરવામાં આવી રહી છે. કિશનની હત્યા કોઈ સામાન્ય હત્યા નથી. છેલ્લા બે દિવસથી અમારો હેતુ છે કે તમામ નેતાઓ આ ઘટનાના તળિયે જઈને તેની પાછળના તમામ કારણો શોધી કાઢે. ભવિષ્યમાં અમે એક એવો દાખલો બેસાડશું જે કોઈ યુવાન સામે આંખો ઉંચી કરીને જોઈ ન શકે. હું અંગત રીતે આ કેસનું નિરીક્ષણ કરી રહ્યો છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.