મહાશિવરાત્રી (Mahashivratri)ના તહેવારને હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં દરેક શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. સાથે જ શિવ મંદિરો દ્વારા આ પર્વને ધામધૂમથી ઉજવવવા માટે જોરો શોરોથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં મહાશિવરાત્રીના પર્વને ખુબ જ ધામ-ધૂમથી ઉજવવામાં આવે છે.
મંદિર વિશે વાત કરીએ તો, જૂનાગઢમાં આવેલ ભવનાથ મંદિરમાં મહાશિવરાત્રીના પર્વને ખુબ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ, આ પવિત્ર દિવસે જૂનાગઢના ભવનાથમાં મેળો પણ ભરાય છે. જેમાં લાખો શ્રદ્ધાળુઓ ‘બમ બમ ભોલે’ના નાદ સાથે નીકળી પડે છે. આ દિવસે રાજ્યના અનેક જિલ્લાના ભક્તો અહીં આવતા હોવાથી તેઓની અનેક જગ્યા રહેવા તથા ખાવાની સુવિધા પૂર્ણ કરી શકાય તે માટે અનેક આશ્રમો નશૂલ્ક રીતે ખોલાવામાં આવે છે.
ત્યારે આજે અમે તમને એક એવા જ આશ્રમ વિશે વાત કરવાના છીએ, જ્યા મહાશિવરાત્રીના મેળાની અત્યારથી જ ધામધૂમથી તૈયારી કરવામાં આવી રહી છે. આ આશ્રમમાં મહાશિવરાત્રિમાં આવતા તમામ ભક્તોને ભોજનની ઉત્તમ સેવા મળી રહે તે માટે તમામ સેવકો તૈયારીએ લાગી ચુક્યા છે. આ આશ્રમમાં ફક્ત મહાશિવરાત્રીનામાં જ નહીં, પરંતુ અહીં 365 દિવસ ભક્તોને નિઃશુલ્ક ગરમા ગરમ ભોજન પરોસવામાં આવે છે. ભોજનમાં પણ એવી એવી સ્વાદિષ્ટ ચીજવસ્તુઓ હોય છે કે અહીં જમવા આવતા ભક્તો પણ આંગળા જ ચાટતા રહી જાય છે.
અહીયાની ખાસ વાત તો એ છે કે, નિઃશુલ્ક ગરમા ગરમ ભોજન સાથે અહી ચોખ્ખા ઘીના મોહનથાળ પણ ભક્તોને જમાડવામાં આવે છે. ત્યારે આ અંગે આશ્રમના મહંત વા શેરનાથબાપુએ જણાવ્યું હતું કે, ગોરક્ષનાથ આશ્રમ સદગુરુ યોગી પીર શ્રી ત્રિલોકનાથ બાપુનું સમાધિ સ્નાન અહીં આવેલું છે, તેઓએ અહીં 50 થી 60 વર્ષો સુધી અહીં સેવાની જ્યોત પ્રજ્વલિત કરાવી હતી. અહીં ત્રિલોકનાથ બાપુના ગુરુ સોમનાથ બાપુનું સમાધિ સ્થાન પણ આવેલ છે. આ બંને ગુરુઓએ પોતાનો વારસો તથા અનેક સંસ્કારો શેરનાથ બાપુને આપેલ છે.
મહાશિવરાત્રીના દિવસે ભવનાથ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. તેમજ ગિરનાર મહાશિવરાત્રીના મેળામાં આવતા ભગવાન શિવના ભક્તો મેહમાન છે. આથી તેઓને ભૂખ્યા કેવી રીતે જવા દેવા, આથી જ દર વર્ષની આ પરંપરા ચાલી રહી છે.
અહીં જમવા માટે આવતા યાત્રિકોને ભોજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે થઈને રોટલી બનાવા માટેના બે મશીનો મુકવામાં આવ્યા છે જેમાંથી કલાકે કલાકે 1800 થી વધારે ગરમાં ગરમ રોટલી બનાવામાં આવશે. ભોજનમાં ભક્તોને મોહનથાળ સહીત, બાજરાના રોટલા, ખમણ, ગરમા ગરમ ભજીયા, બે પ્રકારના શાક તથા છાશ સહીતના અનેક વ્યંજનોને જમાડવામાં આવશે.
ગિરનાર મહાશિવરાત્રીના મેળામાં આવતા ભગવાન શિવના ભક્તો મેહમાન છે આથી તેઓને ભૂખ્યા કેવી રીતે જવા દેવા, આથી જ દર વર્ષની આ પરંપરા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે શિવરાત્રીનો મેળો આ વખતે 15 થી 18 ફેબ્રુઆરી સુધી ઉજવણી કરવામાં આવશે. તેમાં પણ શનિવારના રોજ શિવરાત્રી હોવાને લીધે એ દિવસે તો ભક્તોની ભીડ ભગવાનના સાનિધ્યમાં જોવા તો મળશે જ તે પણ પછીના દિવસે રવિવારનો રજાનો દિવસ હોવાને લીધે ભક્તોની ભારે ભીડ જોવા મળશે. આ છ દિવસોમાં લાખો ભક્તો અહીં ભગવાન શિવના દર્શન કરવા માટે આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.