Royal Enfield Himalayan 450 Launch: દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક Royal Enfield ટૂંક સમયમાં જ ભારતીય બજારમાં એક મોટી અપડેટ સાથે બીજી નવી મોટરસાઇકલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. Royal Enfield એ તેની નવી બાઇક Himalayan 452 નું સત્તાવાર લોન્ચિંગ પહેલા ટીઝર રિલીઝ કર્યું છે. અત્યાર સુધી આ બાઈકને ટેસ્ટિંગ દરમિયાન ઘણા અલગ-અલગ પ્રસંગોએ જોવામાં આવી હતી, પરંતુ પહેલીવાર આ બાઈકને સંપૂર્ણ રીતે જાહેર કરવામાં આવી છે.
રોયલ એનફિલ્ડે નવા હિમાલયન 452માં ઘણા મોટા અપડેટ્સ આપ્યા છે, જે તેને અગાઉના મોડલની સરખામણીમાં સંપૂર્ણપણે અલગ બનાવે છે. ટીઝર ઇમેજ સફેદ રંગની બાઇક બતાવે છે, જે 2016માં લૉન્ચ થયેલા હિમાલયન મોડલની યાદ અપાવે છે. નવી બાઇકના આગળના મડગાર્ડ પર હિમાલયન બ્રાન્ડિંગ છે, જ્યારે ફ્યુઅલ ટેન્ક, સાઇડ પેનલ અને પાછળના ફેન્ડરમાં હિમાલયન ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે.
The all-new Himalayan is a creature of its environment. A profound, mystical space that is always changing, and changing fast.
The only constant in the Himalayas is change.#RoyalEnfieldHimalayan #AllRoadsNoRoads #RoyalEnfield #RidePure #PureMotorcycling pic.twitter.com/VTYnnJj7oo
— Royal Enfield (@royalenfield) October 8, 2023
કેવું હશે નવું Royal Enfield Himalayan 452:
નવી Royal Enfield Himalayan 452 ની ડિઝાઇન હાઇલાઇટ્સ વિશે વાત કરીએ તો, તેને બીક ફેન્ડર, હાઇ-સેટ LED હેડલેમ્પ, મોટી ઇંધણ ટાંકી અને સ્પ્લિટ સીટ સાથે પીટાઇટ ટેલ સેક્શન આપવામાં આવી રહ્યું છે. મોટરસાઇકલને વાયર સ્પોક વ્હીલ્સ સાથે અનુક્રમે 21-ઇંચ અને 17-ઇંચના આગળના અને પાછળના વ્હીલ્સ આપી શકાય છે. સારી ઑફરોડિંગ માટે આ બાઇકમાં કેટલાક અન્ય ફીચર્સ પણ સામેલ કરવામાં આવશે.
જો કે, રોયલ એનફિલ્ડે હજુ સુધી આ બાઇક વિશે કોઈ વિગતોની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ લીક થયેલા દસ્તાવેજોના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની આ બાઇકમાં તદ્દન નવા 451.65 સીસી ક્ષમતાના લિક્વિડ-કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કરશે. જે 39.45 BHPનો પાવર જનરેટ કરશે.
આ બાઇકની લંબાઈ અંદાજે 2,245 mm, પહોળાઈ 852 mm અને ઊંચાઈ 1315 mm હશે. જે તેને પાછલા મોડલ કરતા થોડું મોટું બનાવે છે. તેનું વ્હીલબેઝ 1510 mm હોઈ શકે છે અને તેનું વજન અંદાજે 394 કિલો હશે.
શું હશે કિંમત અને ક્યારે થશે લોન્ચ:
લોન્ચ પહેલા આ બાઇકની કિંમત વિશે કંઈપણ કહેવું થોડું મુશ્કેલ છે, પરંતુ એવું માનવામાં આવે છે કે કંપની આ બાઇકને 2.70 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની કિંમતમાં આપી શકે છે. બજારમાં, આ બાઇક મુખ્યત્વે KTM 390 એડવેન્ચર, BMW G 310 GS અને Yezdi Adventure જેવા મોડલ સાથે સ્પર્ધા કરશે. આ બાઈક 7 નવેમ્બરે લોન્ચ થઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube