એસ.એસ.રાજમૌલી (S.S.Rajmauli)ની RRR હવે બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં ચોથી સૌથી વધુ કમાણી કરતી ભારતીય મૂવીઝ (Indian Movies)માની એક છે. RRRએ તેના 10માં દિવસે પણ જબરદસ્ત કમાણી કરી છે. ફક્ત હિન્દી ભાષામાં જ તેણે 20-22 કરોડની કમાણી કરી છે. આ સિવાય વિશ્વભરની તમામ ભાષાઓમાં લગભગ 80-85 કરોડની કમાણી નોંધવામાં આવી છે. RRRની અત્યાર સુધીની દરેક કમાણીની વાત કરીએ તો તે અત્યારે 900-905 કરોડ સુધી પહોચી ગઈ છે. પરંતુ બાહુબલી 2એ હિન્દી ભાષામાં તેના 10 દિવસમાં 1052 કરોડનું કલેક્શન કર્યું હતું.
RRRનું તમામ ભાષાઓમાં વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ કલેક્શન આ પ્રમાણે છે. તેણે તેલંગાણામાં લગભગ 313 કરોડની કમાણી કરી છે. આ પછી તમિલનાડુમાં 56 કરોડ, કર્નાટકમાં 65 કરોડ, કેરળમાં 18 કરોડ અને સૌથી વધુ હિન્દી ભાષામાં 194 કરોડની કમાણી કરી છે. આ સિવાય બાકીની ભાષાઓમાં લગભગ 10 કરોડ જેટલી કમાણી થઈ છે. RRR એ ભારત સહીત વિશ્વભરમાં કુલ 900 કરોડ સુધીની કમાણી કરી ચુક્યું છે.
RRRનું દિવસવાર બોક્સ ઓફિસ કલેક્શન:
દિવસ 9: હિન્દી ભાષામાં 18 કરોડ નેટ, વિશ્વભરમાં તમામ ભાષાઓમાં 69 કરોડ ગ્રોસ
દિવસ 8: હિન્દી ભાષામાં 13.5 કરોડ નેટ, વિશ્વભરમાં તમામ ભાષાઓમાં 41 કરોડ ગ્રોસ
દિવસ 7: હિન્દી ભાષામાં 12 કરોડ નેટ, વિશ્વભરમાં તમામ ભાષાઓમાં 40 કરોડ ગ્રોસ
દિવસ 6: હિન્દી ભાષામાં 13 કરોડ નેટ, વિશ્વભરમાં તમામ ભાષાઓમાં 45 કરોડ ગ્રોસ
દિવસ 5: હિન્દી ભાષામાં 15.02 કરોડ નેટ, વિશ્વભરમાં તમામ ભાષાઓમાં 60 કરોડ ગ્રોસ
દિવસ 4: હિન્દી ભાષામાં 17 કરોડ નેટ, ભારતની તમામ ભાષાઓમાં 59 કરોડ ગ્રોસ, વિશ્વભરમાં તમામ ભાષાઓમાં 69 કરોડ ગ્રોસ
દિવસ 3: હિન્દી ભાષામાં 31.5 કરોડ નેટ, વિશ્વભરમાં તમામ ભાષાઓમાં 140 કરોડ ગ્રોસ
દિવસ 2: હિન્દી ભાષામાં 24 કરોડ નેટ, 133 કરોડ ગ્રોસ વિશ્વભરમાં તમામ ભાષાઓ ગ્રોસ
દિવસ 1: હિન્દી ભાષામાં 20.07 કરોડ નેટ, સમગ્ર ભારતમાં 127.71 કરોડ નેટ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.