પાઈલટ બનવા માટે 65 લાખ ખર્ચ્યા પણ નોકરી ન મળી, પછી યુવતીએ જે કર્યું તે જાણી તમે ચોંકી ઉઠશો

2007ની આર્થિક મંદીમાં કાનપુરની સૌમ્યા ગુપ્તાનાં પણ ઉચા-ઉચા  સપનાં તૂટી ગયાં હતાં. 2007 માં જ 19 વર્ષીય સૌમ્યા ગુપ્તાએ 65 લાખ ખર્ચીને અમેરિકામાં પાઈલટની ટ્રેનિંગ…

2007ની આર્થિક મંદીમાં કાનપુરની સૌમ્યા ગુપ્તાનાં પણ ઉચા-ઉચા  સપનાં તૂટી ગયાં હતાં. 2007 માં જ 19 વર્ષીય સૌમ્યા ગુપ્તાએ 65 લાખ ખર્ચીને અમેરિકામાં પાઈલટની ટ્રેનિંગ પૂરી કરી હતી. પણ લાખ પ્રયાસ છતાં નોકરી ન મળી એટલે જિમ રિસેપ્શનિસ્ટથી લઈને કોલ સેન્ટરમાં પણ કામ કર્યુ હતું. પછી ઉધાર પૈસા લઈને કાપડનો ધંધો શરૂ કર્યો. આજે તે પોતાની કંપની ધરાવે છે. આજે તેની કંપનીમાં 35 કર્મચારી કામ કરે છે અને તેમના ડિઝાઈન કરેલા આશરે દસ હજાર ડ્રેસ રોજ વેચાય છે.

કારકિર્દી શરૂ થાઈ તે પહેલાં જ પૂરી થઈ ગઈ

સૌમ્યા કહે છે કે, 2006માં મારી કારકિર્દી શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ ગઈ હતી. ટ્રેનિંગ પછી નોકરી મળવાની નક્કી હતી પણ અચાનક સંપૂર્ણ ઈન્ડસ્ટ્રી અનિશ્ચિતતાઓના ઘેરામાં આવી ગઈ. તેનું કારણ હતું અમેરિકાનું સબપ્રાઈમ મોર્ગેજ ડિફોલ્ટ, જેના કારણે લેહમન બ્રધર્સ જેવી મોટી બેન્ક અને અમેરિકન ઈન્શ્યોરન્સ ગ્રૂપ દેવાળું કાઢ્યું  હતું.

5000 રૂપિયે મહિને પગાર પર જિમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરી

તે કહે છે કે, 2008નું વર્ષ મેં નોકરી શોધવામાં જ પસાર કરી નાખ્યું. આખરે મેં 5000 રૂપિયે મહિને પગાર પર જિમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરી. તે પછી કોલ સેન્ટર જોઈન કર્યુ. રાત્રે અહીં કામ કરતી અને દિવસે નોકરી શોધતી. આ દરમિયાન મારી મુલાકાત રોબર્ટો કવાલી અને ગોટિયર જેવી બ્રાન્ડનાં કપડાંનું એક્સપોર્ટ-ઈમ્પોર્ટનું કામ કરતી એક મહિલા સાથે થઈ. તેની પાસેથી 20 ડ્રેસ ઉધાર લીધા અને ઘરમાં મિત્રો માટે સેલ લગાવ્યું. એક કલાકમાં 100 ટકા નફો થયો. ઓનલાઇન પ્લેટફોર્મ પર કપડાં વેચવાની શરૂઆત કરી. આજે મારી કંપની દરરોજ 10 હજાર ડ્રેસ વેચે છે. કંપનીનું કામ હાલ અમેરિકાથી ચાલે છે અને કેનેડા તથા યુરોપમાં બિઝનેસ શરૂ કર્યો છે.

મીડયા સાથેની વાતમાં સૌમ્યાએ કહ્યું કે, કોવિડ-19 આવતાં તેમને લાગ્યું જાણે તે 2007માં પહોંચી ગઈ છે. ફેર એટલો જ હતો કે આજે કમાણી નવ અંકમાં થતી હતી. ડ્રેસના વેચાણમાં ઘટાડો થયો તો માસ્કનું એક્સપોર્ટ શરૂ કરી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *