ગુજરાત(Gujarat): ‘રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ(RTE)’ હેઠળ ખાનગી શાળામાં 25% બેઠકો ગરીબ- મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે અનામત હોય છે જેમાં તેઓને મફત શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે હવે સરકાર દ્વારા ધોરણ ૧ માં પ્રવેશ માટે સરકાર દ્વારા RTE હેઠળ ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી સમયમાં શરુ કરવામાં આવશે.
ત્યારે હવે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતું વાઘાણી દ્વારા આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. ટ્વીટમાં લખ્યું છે કે, આ RTE યોજના હેઠળ નબળા અને વંચિત જૂથના આશરે 70000 વિદ્યાર્થીઓને બિન અનુદાનીત ખાનગી પ્રાથમિક શાળાઓના ધોરણ-૧માં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
વધુમાં જણાવતાં કહ્યું છે કે, તારીખ 21-3-2022 ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવશે તથા તારીખ 29-3-2022 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને સમય આપવામાં આવશે. સાથે તારીખ 30-3-2022થી તારીખ 11-04-2022 દરમિયાન rte.orpgujarat.com પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને સંભવિત રીતે તારીખ 26-04-2022 ના રોજ RTE પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે.
RTE 2022 માટે બાળક ના પુરાવા:
આધારકાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, બાળકના બેંક ખાતાની પાસબુક પહેલા પાના ની ઝેરોક્ષ(મરજીયાત ના હોય તો પણ ચાલે), બાળક નો પાસપોર્ટ સાઈઝનો ફોટો
માતા પિતા ના પુરાવા:
પિતા વાલીનું આધાર કાર્ડ, માટેનું આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો (રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ, વીજળી બિલ, ચૂંટણી કાર્ડ, રજીસ્ટર ભાડા કરારનામુ, પાસપોર્ટ, પાણી બિલ, રેશનકાર્ડ માછી માત્ર કોઈ એક જ પુરાવો હાલ જ્યાં રહેતા હોય ત્યાંનો હોય તો ચાલશે અને લિસ્ટ માંથી એક પણ પુરાવો ના હોય તો રજીસ્ટર ભાડા કરાર જોઈએ), આવકનો દાખલો (શહેરી વિસ્તારમાં રહેતા હોવ તો વધુમાં વધુ વાર્ષિક 1,50,000 રૂપિયા આવક મર્યાદા અને ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક 1,20,000 રૂપિયા આવક મર્યાદા લિમિટ),
વાલીનો જાતિનો દાખલો (SC,ST કે OBC/SEBC કેટેગરી લાભ લેવા માટે જાતિનો દાખલો આપવાનો રહેશે અને જનરલ કેટેગરીના વાલીને જાતિનો દાખલો આપવાનો હોતો નથી.) જો બીપીએલ કાર્ડ હોય અને રજુ કરવું હોય તો ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ તેનું પ્રમાણપત્ર ખાસ રજુ કરવાનું રહેશે. BPL રેશનકાડૅ પ્રમાણપત્ર ગણાશે નહીં. પિતા કે માતાના બેંક ખાતાની પાસબુક ના પહેલા પાના ની ઝેરોક્ષ.
ઉપરના ડોક્યુમેન્ટ ની સિવાય બીજી નીચેની માહિતીની જરૂર ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જરૂર પડશે. તો આ માહિતી એક કાગળમાં લખી ને તૈયાર રાખવી:
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.