લોકોના જીવ બચાવતી એમ્બ્યુલન્સે જ લીધો જીવ- સુરતમાં BRTS રૂટમાં CAનું ભણતા વિદ્યાર્થીને ઉડાવ્યો, જુઓ ધ્રુજાવી દેતા CCTV

સુરત(surat): શહેરમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી છે. સરથાણા વિસ્તારમાં BRTS રૂટ ફૂલ સ્પીડમાં 108 આવી અને રસ્તો ક્રોસ કરી રહેલ યુવકને હવામાં દડાની જેમ ફંગોળ્યો હતો. આ સમગ્ર ઘટના શ્વાસ અધ્ધર કરી દેતો અકસ્માતનો CCTV સામે આવ્યો છે. જેમાં સીએના વિદ્યાર્થીને બીઆરટીએસ રૂટ પર એમ્બ્યુલન્સના ચાલકે અડફેટે લઈ ઉડાવ્યો હતો. 5 ફૂટ દૂર ઉડી ને પડ્યા બાદ ઘટના સ્થળે જ યુવકનું મોત થયું હતું.

21 વર્ષીય અનિલ રાજેશ ગોધાણી સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિરની પાછળ શિવાય હાઈટ્સ ખાતે વસવાટ કરે છે., પરંતુ હાલમાં યુવક અમદાવાદ ખાતે CA નો અભ્યાસ કરી રહ્યો હતો અને છેલ્લા 3 મહિનાથી અનીલ તેના કાકા કુમનભાઇના ઘરે જ રહેતો હતો. બુધવારે હોળીની રાજા હોવાથી અનિલ સુરત આવ્યો હતો. અને તેની ફોઈના ઘરે હોળી રમવા ગયો હતો.

આ સમગ્ર ઘટના ત્યાં લાગવવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી. સિમાડાનાકા ઉમંગ હાઈટ્સની સામે BRTS રૂટ પર એમ્બ્યુલન્સ ચાલક ફૂલ સ્પીડે આવ્યો અને રોડ ક્રોસ કરી રહેલ અનીલને અડફેટમાં લઈ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાના cctv ફૂટેજ વાઈરલ થઇ રહ્યા છે. ગંભીર રીતે ઘવાયેલા અનિલને સારવાર ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસે ચાલક સામે ગુનો નોંધ્યો છે.

અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા જ અમરોલી વિસ્તારમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં 17 વર્ષીય કિર્તન માંડલિયા હાલમાં કમ્પ્યૂટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. કિર્તન તેના મિત્રો સાથે વોટર પાર્કમાં નહાવા માટે ગયો હતો. તે સમયે અજાણ્યા વાહન ચાલકે ફૂલ સ્પીડમાં આવીને કિર્તનને અને તેના મિત્રને ટક્કર મારી હતી. તે દરમ્યાન કિર્તન અને તેના મિત્ર કલીમને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં કિર્તનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *